સાઉથના સુપરસ્ટાર અને આરઆરઆર ફેમ અભિનેતા રામચરણ ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ અભિનયની સાથે સાથે જ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે રામચરણ જે ઘડિયાળો પહેરે છે એની કિંમતમાં તમે એક ઘર ખરીદી શકો એટલી હોય છે. રિપોર્ટસની માનીએ તો રામચરણ જે ઘડિયાળો પહેરે છે એમાંથી મોટાભાગની ઘડિયાળની કિંમત કરોડ જેટલી છે. હાલમાં જ તેણે રાણા દુગ્ગુબાતી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો, જેમાંથી તેણે જે ઘડિયાળ પહેરી હતી એ ઘડિયાળની કિંમત રુપિયા 2 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં તેમની પાસે એક બીજી આવી જ મોંઘીદાટ ઘડિયાળ છે કે જેની કિંમત ત્રણ કરોડ રુપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. રામચરણ પાસે મોંઘી ઘડિયાળો સિવાય મોંઘી મોંઘી કાર્સનો પણ કાફલો છે. રામચરણ લગ્નના 10 વર્ષ બાદ પિતા નવા જઈ રહ્યા છે અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેયર કર્યા હતા. આ જ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ આરઆરઆર દેશમાં તો ધમાલ મચાવી જ હતી, પણ હવે તે વિદેશમાં પણ કમાલ દેખાડી રહી છે.
રામચરણની એક ઘડિયાળની કિંમતમાં આવી જશે એક ફ્લેટ
RELATED ARTICLES