સેન્ટ્રલ રેલવેના સીએસટી સ્ટેશન પર હવામાંથી શુદ્ધ પાણી તૈયાર કરનારા વોટર વેડિંગ મશીન બેસાડવામાં આવ્યા છે. આ પહેલને પ્રવાસીઓનો મિશ્ર પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે. સીએસટી સ્ટેશન પર પાંચ મશીન બેસાડવામાં આવ્યા છે, જેમાંથી રોજનું અંદાજે 400 લીટર પાણી વેચાય છે મોટાભાગના લોકો આ પાણી પોતાની બોટલમાં ભરીને લઈ જાય છે.
આ એક ઘણી સારી પહેલ છે, પરંતુ લોકોને આ મશીન વિશે જાણ ન હોવાથી તેનો ઉપયોગ કરતા નથી. રેલવેએ લોકોને આ મશીન વિશે માહિતગાર કરવાની જરૂર છે.
આ મશીનમાંથી મળતા પાણીની ગુણવત્તા પણ સારી છે. પાણીની વોટર વેડિંગ મશીન બેસાડવા પાછળનો હેતુ પ્રવાસીઓને શુદ્ધ પાણી પૂરું પાડવાનો તેમજ પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ મૂકવાનો છે. ભવિષ્યમાં આ મશીન ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે. આ મશીન દરેક સ્ટેશન પર બેસાડવા જોઇએ એવી પ્રવાસીઓની માગ છે. રેલવેએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દાદર, કુર્લા, થાણા, ઘાટકોપર અને પનવેલ સ્ટેશન પર આવા હવામાંથી શુદ્ધ પાણી તૈયાર કરતા મશીન બેસાડવામાં આવશે.