દુનિયાની પહેલી ઇન્ફિનિટી ટ્રેન વિશે જાણો છો?

ઇન્ટરવલ

ઓસ્ટ્રેલિયાની માઈનિંગ કંપની એક એવી ટ્રેન બનાવવા જઈ રહી છે જે ઈંધણથી નહીં, પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બળથી પાટા પર દોડશે. આ ટ્રેનનું નામ ઈન્ફિનિટી એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તે અનંત સમય સુધી ટ્રેક પર દોડતી રહેશે. આ ટ્રેનને બનાવવા માટે એડ્વાન્સ એન્જિનિયરિંગ ફર્મે કામ શરૂ કર્યું છે. કંપનીએ વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેનની મદદથી માત્ર પ્રદૂષણ જ નહીં, પરંતુ ટ્રેનમાં રિફ્યુએલિંગની ઝંઝટનો પણ અંત આવશે.
ઓસ્ટ્રેલિયાની કંપનીનો ઉદ્દેશ્ય હવે એવી ટ્રેનો બનાવવાનો છે જે ટ્રેક પર દોડતી વખતે ચાર્જ થતી રહે. ટ્રેનમાં બેકઅપ માટે બેટરી હશે, જે ચાર્જ થતી રહેશે અને ઊર્જા બચાવશે. આ બેટરીની ઊર્જા ક્યારેય ખતમ નહીં થાય. આમાં મહત્ત્વની બાબત તો એ છે કે બેટરીને ચાર્જ કરવા માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની સૌથી વધુ જરૂર પડશે. આ ટ્રેનની મદદથી પ્રદૂષણના સ્તરને ઘટાડી શકાશે. આવા પ્રકારની દુનિયાની આ પહેલી શક્તિશાળી ઈલેક્ટ્રિક ટ્રેન હશે. આ ટ્રેનમાં રિજનરેટિવ બ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.