રોજે ઘરથી કોઈ પણ કારણસર બહાર નીકળીએ ત્યારે આપણે પગમાં બુટ કે ચંપલ પહેર્યા વિના બહાર નીકળતા નથી. દરેક જગ્યા અને પ્રસંગ અનુરૂપ ચંપલનું કલેક્શન આપણા બધા પાસે હશે…
ચંપલ એ સ્ટાઈલની સાથે સાથે જરૂરિયાત બની ગયા છે. ઓફિસમાં જતી વખતે, ટ્રેક પર જતી વખતે અલગ શુઝ, પાર્ટી કે લગ્નમાં જતી વખતે ફેન્સી ચંપલ, રમવા માટે જતી વખતે પેહરવાના અલગ સ્પોર્ટ્સ શૂઝ, અને ઘરમાં પહેરવા માટેના અલગ અલગ હોમ સ્લીપર્સ વગેરે વગેરે…
પગરખા હવે માત્ર પગની શોભા વધારવા પૂરતા મર્યાદિત નથી રહી ગયા બલકે તેમનો રોલ હવે વધુ વિસ્તર્યો છે અને પર્સનાલિટીને ચાર ચાંદ લગાવવાની જવાબદારી પણ પગરખાંએ પોતાના ખભે ઊંચકી લીધી છે…
દરેક વ્યક્તિને મનના કોઈને કોઈ ખૂણે એવું તો ચોક્કસપણે લાગે છે કે તેની પાસે ટ્રેડિંગ શૂઝ હોવા જોઈએ અને ટ્રેન્ડ પ્રમાણે શૂઝ ખરીદતી વખતે બજેટનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે… બટ ડોન્ટ વરી આજે અમે અહીં તમારા માટે લઈ આવ્યા છીએ એક એવી સોલિડવાળી ટિપ્સ કે જેને સાંભળીને જ તમે ખુશીના માર્યા ઉછળી પડશો.
જો તમે પણ ટ્રેડિંગ અને સ્ટાઇલિશ બૂટ ખરીદવા માંગતા હોવ તો તમને મુંબઈની જ એક માર્કેટમાં તમારા બજેટમાં સ્ટાઈલિસ્ટ શૂઝ મળી રહેશે. આવો જોઈએ કયા આવેલી છે આ બજાર… મધ્ય મુંબઈના કુર્લા સ્ટેશનની બરાબર સામે જ આવેલી છે બૂટ અને ચંપલની આ હોલસેલ માર્કેટ. અહીંયા તમને સસ્તી અને મસ્ત શૂઝ ખરીદી શકો છો.
આ માર્કેટમાં અન્ય રિટેઈલ માર્કેટ કરતાં 30થી 40 ટકા ઓછી કિંમતે શૂઝ મળી જશે. કુર્લામાં આવેલા આ બજારના નામથી જ આ વિસ્તાર ઓળખાય છે. દૂરદૂરથી લોકો આ બજારમાં ચંપલ ખરીદવા માટે આવે છે. એટલું જ ફોરેનર્સ માટે પણ હવે તો આ માર્કેટ શોપિંગ હબ બની ગયું છે. 30 40 દુકાનવાળી આ બજારમાં તમને સરળતાથી દરેક બ્રાન્ડની શૂઝ મળી રહેશે. આ સિવાય લગ્ન માટે જોઈતી ડિઝાઇનર શૂઝ પણ અહીંથી જ મળી રહેશે મોટી મોટી દુકાનોમાં મળતી મોંઘી મોંઘી બૂટ અને ચંપલ અહીં સસ્તા ભાવે મળી રહે છે. 200 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની કિંમતના બૂટ ચંપલ આ બજારમાં ઉપલબ્ધ છે.
ખિસ્સાને પોસાય એવું બ્રાન્ડેડ નોન બ્રાન્ડેડ, આગ્રા, કનપૂર્ઝ નોઈડા, મેડ ઈન ઈન્ડિયા, med in યુએસએ એમ આખી દુનિયાભરની બૂટ ચંપલ મળી જાય છે. ઓનલાઇન માર્કેટના જમાનામાં પણ જાતે જોઈને પહેરીને ખાતરી કરીને શૂઝ ખરીદવા આવનારા ગ્રાહકોની સંખ્યા વધુ હોય છે એવું આ માર્કેટમાં દુકાન ધરાવનાર દુકાનદારે જણાવ્યું હતું. બદલાઈ રહેલા સમયની સાથે અમે લોકો પણ આ બધી બૂટ અને ચંપલનું ઓનલાઇન વેચાણ ચાલુ કરી દીધું છે એવુ દુકાનદારે વધુમાં જણાવ્યું હતું…