ઉત્તર ભારતીયો અને એમાં પણ ખાસ કરીને દિલ્હી અને પંજાબના લોકોને રાજમા ખૂબ જ પસંદ હોય છે. તમે દિલ્હી અને પંજાબમાં ફરવા જશો તો તમને દરેક જગ્યાએ રાજમા ચાવલ લારીઓ અને જોવા મળે છે અને લોકો સવારના નાસ્તો કરવા આ લારીઓ પર પહોંચી જાય છે. હવે તમે વિચારતા જ હશો કે આપણે પણ અનેક વર્ષોથી રાજમા ખાઈએ છીએ. પરંતુ હવે આ રાજમાને લઈને જ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો અને ખુલાસા અનુસાર લાલ કલરના રાજમામાં એક પ્રકારનું ઝેર જોવા મળ્યું છે, જેને અંગ્રેજીમાં રેડ કીડની બીન્સ કહેવામાં આવે છે.
કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ સેફ્ટીમાં પ્રકાશિત થયેલાં અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર લાલ રાજમામાં ફાયટોહેમેગ્લુટીનિન નામનું ઝેર જોવા મળે છે અને જો તમારા શરીરમાં ફાયટોહેમાગ્લુટીનિનનું પ્રમાણ વધી જાય તો તે તમારા આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. આને કારણે તમે ડાયેરિયાનો પણ શિકાર બની શકો છો. બીજી બાજું, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના રિપોર્ટ અનુસાર, જો તમે સૂકા લાલ રાજમાને 10 મિનિટથી ઓછા સમય માટે રાંધો છો, તો તેની અંદર રહેલું ઝેર પાંચ ગણું વધી જાય છે.
એક તરફ જ્યાં લાલ રાજમા ઝેરી હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યાં સફેદ રાજમા વિશે આવી કોઈ માહિતી સામે નથી આવી રહી. સફેદ રાજમાને ચિત્રા રાજમા તરીકે ઓળખવામાં આવે છે. આ રાજમા સંપૂર્ણપણે લાલ નથી હોતા અને તેનો જન્મ હિમાલયની તળેટીમાં થયો છે.
સફેદ રાજમામાં લાલ રાજમાની સરખામણીએ વધુ પ્રોટીન હોય છે. જો તમે તેને આખી રાત પલાળી રાખો અને તેને 15 થી 20 મિનિટ સુધી ઉકાળો તો તે વધુ ફાયદાકારક બને છે. રાજમા ખાતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેને ક્યારેય કાચા ના ખાવા જોઈએ. કાચા રાજમા ખાવાથી તમારા પેટમાં ગરબડ થઈ શકે છે.