Homeસ્પેશિયલ ફિચર્સમહાદેવને પ્રસન્ન કરવા કરો આટલું, મનની ઈચ્છાઓ થશે પૂરી

મહાદેવને પ્રસન્ન કરવા કરો આટલું, મનની ઈચ્છાઓ થશે પૂરી

સોમવારના દિવસે શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા અનુસાર સોમવારે ભોળાનાથની પૂજાની સાથે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે અને મનમાં રહેલી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.
સોમવારના દિવસે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તલ અને જવ ચઢાવવા જોઈએ આ સાથે જ ચંદન, દૂઘ, ગંગાજળ, બિલિપત્ર અને ધતુરાના ફૂલ અર્પણ કરીને સફેદ વસ્ત્રો પહેરીને શિવાલયમાં પૂજા કરવી જોઈએ. ભોળાનાથના વિશેષ આશિર્વાદ મેળવવા માટે સોમવારે ગરીબોને જમાડવા જોઈએ, આમ કરવાથી ઘરમાં અન્નપૂર્ણાનો વાસ રહે છે. ભગવાન શિવને નંદી અતિપ્રિય છે. તેથી સોમવારે બળદને ઘાસ ખવડાવવું જોઈએ. આ સિવાય મહામૃત્યુંજય મંત્રના 108 વાર જાપ કરવા જોઈએ. સૂર્યાસ્ત પછી મંદિરમાં દીવો દાન કરવો જોઈએ અને 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ.

RELATED ARTICLES

Most Popular