2022નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને આપણે સૌ 2023ને આવકારવા માટે ઉત્સુક છીએ. તમારી આ ઉત્સુક્તા હજી વધારીએ તો વર્ષના પહેલાં જ દિવસે એક અનોખો સંયોગ થઈ રહ્યો છે અને એ દિવસે જો તમે સૂર્યદેવ અને યમરાજની વિધિપૂર્વક પૂજા કરો તો આખું વર્ષ તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકતું રહેશે અને બીમારી-શોક, દુઃખની લાગણી તમને સ્પર્શી પણ નહીં શકે.
જ્યોતિષીઓના અનુસાર આ વર્ષે પહેલી જાન્યુઆરી, 2023ના રવિવાર છે. રવિવારને ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે સૂર્યદેવની પૂજા કરવાથી માણસના માન-સન્માન, પરાક્રમ અને બળમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય તિથિની વાત કરીએ તો પહેલી જાન્યુઆરીના દશમ છે. શાસ્ત્રોમાં દશમી તિથિના સ્વામી યમરાજને મનવામાં આવ્યા છે. અને યમરાજ એ સૂર્યદેવના જ સંતાન છે. આવી પરિસ્થિતિમાં બંનેનું એકત્ર આવવાને કારણે પહેલી જાન્યુઆરીના દુર્લભ કહી શકાય એવો યોગ બની રહ્યો છે. નવા વર્ષે બ્રહ્મ મુહૂર્તર્માં ઉઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને લાલ રંગના કપડાં ધારણ કરીને તાંબાના લોટામાંથી સૂર્યદેવને અર્ધ્ય આપો. આ જળમાં લાલ ફૂલ, કુમકુમ અને લાલ ચંદન ચોક્કસ મિક્સ કરો.
સૂર્યદેવની કૃપા મેળવવા માટે લોટની નાની નાની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવી શકો છો. આવું કરવાથી તમારા માન-સન્માનમાં તો વધારો થશે જ, પણ તેની સાથે સાથે ધન લાભ પણ થશે. બીજી બાજું મૃત્યુના દેવતા તરીકે ઓળખાતા યમરાજને પ્રસન્ન કરવા માટે સાંજના સૂર્યાસ્ત બાદ ઘરની બાજુમાં દીવો પ્રગટાવીને રાખી દો. આ ઉપાય કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને વ્યક્તિનું જીવન નિરોગી રહે છે.