આપણે બધા જ જાણીએ છીએ કે રવિવાર એ સૂર્ય દેવતાને સમર્પિત હોય છે અને આ દિવસે સૂર્યદેવતાને જળ અર્પિત કરીને પૂજા કરવાથી જીવનમાં સફળતા અને પ્રગતિ થાય છે. સૂર્યદેવની પૂજા કરવાથી પણ યશ, ધન અને આરોગ્યદાયી જીવનની પ્રાપ્તિ થાય છે. સૂર્યનું પૂજન કરવાથી જીવનમાં ગ્રહની સ્થિતિ વધુ મજબૂત બને છે. આવો જોઈએ સૂર્યદેવ સાથે સંકળાયેલા રવિવારના એવા ઉપાય, જેનાથી જીવનમાં પ્રગતિ અને સફળતા મળે છે, જેને જીવનમાં ઉતારીને તમે પણ સફળતાની સીડી ચઢી શકો છો.
જ્યોતિષીઓની વાત માનીએ તો રોજે સૂર્યદેવને જળ અર્પિત કરીને પૂજા કરવી જોઈએ. રવિવારે ખાસ કરીને આવું કરવું જોઈએ. સૂર્યને જળ ચઢાવીને માતા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. એવું કરવાને કારણે સૂર્યદેવ સાથે માતા લક્ષ્મીના આશિર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સફળતા મળે છે અને ઉન્નતિ થાય છે.
જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને કારણે ચિંતામાં મૂકાવવાનું કોઈ કારણ નથી. તેને બદલે રવિવારના દિવસે માછલીઓને લોટની નાની નાની ગોળીો બનાવીને ખવડાવવી જોઈએ. આવું કરવાને કારણે સૂર્યની સ્થિતિ રાશિમાં ઠીક થાય છે. આ ઉપરાંત અનેક પ્રકારની મુશ્કેલીમાંથી મુક્તિ મળવાના યોગ પણ બને છે.
જો તમે આખો દિવસ વ્યસ્ત હોવ છો અને સૂર્યદેવની પૂજા નથી કરી શકતા તો રવિવારના દિવસે તો એટલિસ્ટ તેમની પૂજા કરો. આવું કરવાથી જીવનમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. વેપારી કે નોકરિયાત વર્ગે રવિવારના દિવસે આ એક ઉપાય ચોક્કસ કરવો જોઈએ અને તે અનુસાર પાણી અને ગોળના મિશ્રણને નદી કે તળાવમાં વહાવી દેવું જોઈએ. આવું કરવાથી સૂર્યદેવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.