વાસ્તુશાસ્ત્ર – હિના પટેલ
આજના જમાનામાં પૈસાનું કેટલું મહત્ત્વ છે તે આપણને બધાને ખબર છે. ઘણી વાર લોકોને એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં પૈસા તો આવે છે, પણ તે વધુ સમય માટે ટકતા નથી. આવું એટલા માટે હોઈ શકે, કારણ કે તમારા ઘરનું વાસ્તુ યોગ્ય ન હોય.
સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્રનો અર્થ છે દિશા જ્ઞાન એટલે કે કઇ વસ્તુને કઇ દિશામાં રાખવી જોઇએ એ અંગે તેમાં જણાવવામાં
આવે છે.
હકીકત એ છે કે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલી વાતોને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો ધનલાભ મળે છે.
બીજી બાજુ જો વાસ્તુના નિયમો પ્રત્યે ધ્યાન ન આપીએ તો ઘણી વાર ધનનું નુકસાન પણ થઇ શકે છે. ચાલો જાણીએ કઇ વસ્તુ રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને બરકત વધે છે.
—
ઉત્તર દિશામાં ઘડો કે જગ રાખો
ઘરની ઉત્તર દિશામાં પાણીથી ભરેલો ઘડો કે જગ રાખવામાં આવે તો ઘરમાં પૈસાની અછત ક્યારેય નહીં પડશે. એ વાતનું હંમેશાં ધ્યાન રાખો કે ઘડા કે જગમાં પાણી ભરેલું હોય. તે ક્યારેય ખાલી ન હોવો જોઇએ.
મંદિરમાં મોરપીંછ રાખો
મોરપીંછ ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય હોવાથી તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા સાથે સમૃદ્ધિ પણ આવે છે. મંદિરમાં મોરપીંછ રાખવાથી તે શુભ અને લાભદાયક માનવામાં આવે છે.
ધાતુનો કાચબો કે માછલી રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ધાતુથી બનેલો કાચબો કે માછલી રાખવાનું શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
ગણેશજીની પ્રતિમા રાખો
આપણા બધાનાં ઘરમાં ગણેશજીની મૂર્તિ હોય જ છે, પણ નૃત્ય કરતા ગણપતિની મૂર્તિ રાખવામાં આવે
તો તે શુભ અને ફળદાયી માનવામાં
આવે છે.
ઘરની પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલ પર નૃત્ય કરતા ગણપતિની તસવીર લગાડવાથી ઘરમાં બરકત આવે છે.
ઘરમાં શ્રીયંત્ર રાખો
વાસ્તુશાસ્ત્રમાં શ્રીયંત્રને પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે લક્ષ્મીને પણ શ્રીયંત્ર ખૂબ પ્રિય છે. શ્રીયંત્રને ઘરમાં રાખીને પૂજા કરવાથી ધન-વૈભવમાં વૃદ્ધિ થાય છે. શ્રીયંત્ર જીવનથી જોડાયેલી તમામ સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે.
આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો
ક તમારે ધ્યાન રાખવું પડશે કે પૈસા રાખતા હો તે તિજોરી અને કબાટનો દરવાજો ઉત્તર દિશામાં હોવો જોઇએ. આમ કરવાથી ઘરમાં ધનમાં વૃદ્ધિ થાય છે અને ખર્ચમાં ઘટાડો થાય છે.
ક જો ઘરમાં અવારનવાર નળમાંથી પાણી ટપકતું રહેતું હોય તો તે અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવાનો અર્થ ધનનું પણ પાણીની જેમ વહી જવું એવો
થાય છે.
ક ઘરમાં જો તૂટેલા વાસણ કે કાચ હોય તો તેને તરત હટાવી દો. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. ઉ