નવી દિલ્હીઃ વોન્ટેડ જાકીર નાઈક પર ભારત સરકાર નિરંતર ગાળિયો કસી રહી છે ત્યારે તાજેતરમાં ઓમાન સરકારને ભારત સરકારે અનુરોધ કરતા કહ્યું છે કે જાકીર નાઈકને પ્રવેશ આપવામાં આવે નહીં. જાકીર નાઈકના પ્રત્યાર્પણ અંગે અગાઉથી મલયેશિયાને ભલામણ કરવામાં આવી છે, જે પેન્ડિંગ છે. 23મી અને 25મી માર્ચના જાકીર નાઈકનો પ્રોગ્રામ યોજવામાં આવશે, તેથી સરકારે જાકીર નાઈક અંગે ઓમાન સરકારને સીધું જણાવી દીધું છે. સૂત્રોના જણાવ્યાનુસાર જાકીર નાઈક હાલમાં ઓમાનમાં નથી. થોડા વર્ષો પહેલા વિવાદાસ્પદ ધર્મગુરુ જાકીર નાઈક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, તેથી નાઈકે ભારતમાંથી ભાગી ગયા હતા. સૌથી પહેલા તો તેઓ બ્રિટન ગયા હતા, પરંતુ તેમના વ્યવહાર-વર્તનને કારણે સરકારે તેમના પ્રવેશમાં પ્રતિબંધ લગાવ્યો હતો ત્યાર બાદ જાકીર નાઈકે મલયેશિયા પહોંચ્યા હતા ત્યારથી તેઓ મલયેશિયામાં રહે છે.
જાકીર નાઈક વિરુદ્ધ ભારત સરકારે અગાઉથી રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ભારત સરકારે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવ્યા પછી તેઓ ભારતમાંથી ભાગીને મલયેશિયા પહોંચ્યા હતા અને ત્યાં તેઓ વીઆઈપી વિસ્તારમાં રહે છે. આ મુદ્દે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જાકીર નાઈક ભાગેડુ છે અને અમે નિરંતર મલયેશિયામાંથી ભારત લાવવાની કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે. આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતીય કાનૂની સિસ્ટમ પ્રમાણે જાકીર નાઈક આરોપી છે અને મલયેશિયાથી તેમના પ્રત્યાર્પણ માટે અમે નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. આ અગાઉ કતારમાં ફિફા વર્લ્ડકપમાં તેમને બોલાવવા અંગે સવાલો કરવામાં આવ્યા ત્યારે કતારે સ્પષ્ટતા કરી હતી કે અમે તેમને આમંત્ર્યા નહોતા. બાગચીએ દાવો કર્યો હતો કે સરકાર નિરંતર નાઈકને ભારત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. 2016માં ભારતમાંથી ભાગીને નાઈક મલયેશિયા પહોંચ્યા હતા અને તેમના પ્રત્યાર્પણ માટે ભારતે મલયેશિયાને અનુરોધ કરી ચૂક્યું છે.