Homeપુરુષશું બાળકોને ગર્ભમાં જ સ્વાદની સમજ આવી જાય છે?

શું બાળકોને ગર્ભમાં જ સ્વાદની સમજ આવી જાય છે?

વિશેષ-મેધા રાજ્યગુરુ

ભારતીય પરંપરામાં માતૃત્વનો અનેરો મહિમા રહ્યો છે. ભારતમાં સોળ સંસ્કારોની પરંપરામાં ત્રણ સંસ્કાર તો ગર્ભાવસ્થા સાથે જ સંકળાયેલા છે. આપણે ત્યાં પહેલેથી જ ગર્ભાવસ્થા દરમ્યાન બાળકના વિકાસ અને સમજને માન્યતા મળેલી છે. વિજ્ઞાન તો હવે તેના ઉપર મહોર લગાડી રહ્યું છે. અભિમન્યુ અને પ્રહલાદ ઉપર ગર્ભાવસ્થા દરમ્યાન થયેલી અસરની કથા સર્વવિદિત છે.
‘શું તમે જાણો છો કે તમે જે ખાઓ છો તેનો સ્વાદ ગર્ભમાં વિકસી રહેલા બાળકને પણ મળે છે?’ રેશ્મા આ સવાલ સાંભળીને હસી પડે છે અને કહે છે, ખબર તો નહોતી, પણ સાંભળીને ગમ્યું. તે ત્રીજી વાર માં બની રહી છે અને પાંચમો મહિનો જઈ રહ્યો છે. તે કહે છે, “હું પહેલી વાર ગર્ભવતી થઇ ત્યારે ખટાશ ખાવાનું મન થતું હતું, બીજી વાર બીમાર રહી અને ત્રીજી વારમાં મને ચટપટું ખાવાનું મન થાય છે. એ જાણીને ગમ્યું કે બાળકોને પણ સ્વાદ સમજાય છે. એટલે મને જો ચટપટું ખાવાનું મન થાય છે તો કદાચ ગર્ભના બાળકને પણ આવું ચટપટું ખાવું ગમતું હશે.
ગર્ભમાં વિકસી રહેલા બાળકને સ્વાદનો અનુભવ થાય છે અને સૂંઘવાની ક્ષમતા પણ ધરાવે છે – આ કોઈ કપોળકલ્પના નથી, પણ એક નવી શોધમાં આ વાત સામે આવી છે. યુનિવર્સિટી ઓફ ડરહામ અને એસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર, એક માં જે પણ ખાય છે તેની પ્રતિક્રિયા ગર્ભનું બાળક આપે છે.
ઇંગ્લેન્ડની યુનિવર્સિટીએ ૧૦૦ ગર્ભવતી મહિલાઓ પર સંશોધન કર્યું અને જાણ્યું કે ગર્ભના બાળકના ચહેરા ઉપર ખોરાકની કેપ્સ્યુલની પ્રતિક્રિયા દેખાઈ.
ડરહામની વિજ્ઞાનિક બેયઝા ઉસ્તુને આ શોધનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભાવિ માતાઓને લીલી ભાજી અને ગાજરની એક એક કેપ્સ્યુલ આપવામાં આવી. કેપ્સ્યુલ આપ્યા પહેલા અને પછી ગર્ભના બાળકના ચહેરાનું અધ્યયન કરવામાં આવ્યું અને જણાયું કે જયારે બાળક સુધી ગાજરની કેસ્પ્યુલનો સ્વાદ પહોંચ્યો ત્યારે તેનો ‘હસતો ચહેરો’ દેખાયો જેવું ફોટામાં જોઈ શકાય છે. બેયઝા જણાવે છે કે, “સ્કેન દરમ્યાન કેળાં અને ગાજરની કેપ્સ્યુલ આપ્યા બાદ ગર્ભના બાળકની પ્રતિક્રિયા જોવી અદ્ભુત હતું અને માતા-પિતા સાથે તે શેર કરવું પણ.
એક ગર્ભવતી મહિલામાં એમ્નિઓટિક ફ્લ્યુઇડ હોય છે અને તેમાં જ બાળક તરતું હોય છે. એક ગર્ભવતી મહિલા જે કંઈ પણ ખાય છે, ગર્ભનું બાળક આ એમ્નિઓટિક ફ્લ્યુઇડ દ્વારા જ તે અલગ-અલગ ફ્લેવર ચાખી કે ટેસ્ટ કરી શકે છે. આ શોધમાં એ પણ જણાયું કે માં જે ખાય છે તે સંભવત: બાળકના સૂંઘવા કે ટેસ્ટ કરવાની સેન્સને પ્રભાવિત કરી શકે છે.
સ્ત્રી રોગ તજ્ઞ કહે છે કે પહેલા ટાઈમેસ્ટર (૦-૧૩ અઠવાડિયાં) સુધી ગર્ભના બાળકની સ્વાદ અને સુગંધની ક્ષમતા વિકસિત થવા લાગે છે અને બીજા (૧૪-૨૬ અઠવાડિયાં) અને ત્રીજા ટાઈમેસ્ટર સુધીમાં તે સારી રીતે વિકસિત થઇ જાય છે.
ગર્ભવતી મહિલાના શરીરમાં જે એમ્નિઓટિક ફ્લ્યુઇડ હોય છે, તેના દ્વારા જ ગર્ભના બાળક સુધી, માંએ જે ખાધું હોય તેના ફ્લેવર પહોંચે છે અને આગળ જઈને આ જ ફ્લેવર બાળકની પસંદ-નાપસંદને પણ પ્રભાવિત કરી શકે છે.
વર્ધમાન મહાવીર મેડિકલ કૉલેજ અને સફદરજંગ હૉસ્પિટલમાં મુખ્ય ચિકિત્સા અધિકારી અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉક્ટર યામિની સરવાલ કહે છે કે ગર્ભવતી મહિલા અને ગર્ભમાં રહેલ બાળક એક જ યુનિટ હોય છે, તેવામાં તે જે ખાય છે, જેવા હોર્મોન તેનામાં બને છે, તે બધા બાળકને મળી રહ્યા હોય છે, જેથી તેનો વિકાસ પ્રભાવિત થાય છે.
પણ ગર્ભવતી મહિલા જે વસ્તુઓ ખાય છે, શું તેની અસર મોટા થઈને બાળકની ખોરાકની પસંદગી ઉપર પણ પડે છે? લેખ પ્રમાણે, એક ગર્ભવતી મહિલા જે ડાયટ લે છે, તે ગર્ભના બાળકને સૂંઘવા અને સ્વાદ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે. આ લેખનો સ્ત્રોત યુનિવર્સિટી ઓફ કોલોરાડો છે.
ડૉક્ટર ભાવના ચૌધરીનું કહેવું છે કે, “માની લો કે ગર્ભાવસ્થા દરમ્યાન માતા ફળો વધારે ખાય છે, તો બની શકે કે પછીથી બાળક ફળ ખાવા પસંદ કરે, કેમકે એમ્નિઓટિક ફ્લ્યુઇડમાં તે પ્રકારના ફ્લેવર વધુ પ્રમાણમાં રહ્યા હોઈ શકે અને બાળક ઉપર તેનું રિપિટેડ એક્સપોઝર થાય છે. આનુવંશિક રીતે ઘણીવાર ગળપણ વધારે પસંદ કરવામાં આવે છે.
આનંદ અને તણાવ આપતાં હોર્મોન.
આ વાતને આગળ વધારતાં ડૉક્ટર યામિની સરવાલ કહે છે, “એક ગર્ભવતી મહિલા જો ખુશ થઈને કંઈક ખાય તો પેરાસીમ્પેથેટિક હોર્મોન જેને હેપ્પી હોર્મોન કહેવાય છે, તે બાળકને મળશે. તે રીતે જો કોઈ ચીજ તેને પસંદ નથી અને પરાણે ખાવી પડે તો સીમ્પેથેટિક હોર્મોન મળશે જે તણાવ આપનારા હોર્મોન બાળકને આપશે. આ આગળ જઈને બાળકની ખાવાની આદતને પ્રભાવિત કરશે.
લોકોને તેમના જીન્સ અનુસાર અલગ-અલગ સ્વાદ પસંદ હોઈ શકે છે. પણ બાળકના જન્મ પછી તમે તેને જે પ્રકારનો ખોરાક આપો છો, તેનાથી તેની પસંદ બદલાઈ પણ શકે છે. બન્ને ડૉક્ટર કહે છે કે ગર્ભાવસ્થા પ્રત્યે હવે લોકો વધુ જાગૃત થયા છે અને મહિલાઓ ડાયટ, યોગ અને કસરતનું મહત્ત્વ પણ હવે સમજવા લાગી છે.
પણ અહીં ધ્યાન એ રાખવાનું છે કે એક ગર્ભવતી મહિલા શું ખાય છે, શું વિચારે છે અને તેની મન:સ્થિતિ કેવી છે, કેમકે તેનો પ્રભાવ બાળકના હોર્મોન ઉપર પડે છે. તેથી તે જેટલી સકારાત્મક હશે તેવી જ ઊર્જાનો સંચાર બાળકમાં થશે. ઉ

RELATED ARTICLES

Most Popular