શ્રદ્ધા મર્ડર કેસ પ્રકરણે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા હતાં અને ધીરે ધીરે તે જંગલમાં ફેંકી રહ્યો હતો. ઘરને કેમિકલથી સાફ કરી ડીએનએ સેમ્પલને ખતમ કરવા માગતો હતો. જોકે, પોલીસને શ્રદ્ધાના શરીરના કેટલાક ભાગ મળ્યા છે.
પોલીસ આ હાડકાઓનું DNA Analysis કરાવશે. હાડકાઓમાંથી ડીએનએ કાઢીને શ્રદ્ધાના માતા-પિતાના ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવામાં આવશે, જેથી એ ખબર પડશે કે આ હાડકા શ્રદ્ધાના છે કે નહીં.
DNA એનાલિસીસ શું હોય?
ડીએનએ સેમ્પલ લોહી, વીર્ય, થૂક, પેશાબ, મળ, વાળ, દાંત, હાડકા અને ટીશુમાંથી લેવામાં આવે છે. આફતાબે જ્યાં શ્રદ્ધાના હાડકા ફેંક્યા હતાં ત્યાં પોલીસ તેને લઈ ગઈ હતી અને અને હવે આ હાડકાના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે. કોઈપણ પ્રકારના ક્રાઈમ સીન પર સૌથી વધુ જરૂરી પુરાવા Biological Samples હોય છે. આ પુરાવાના આધારે મોટા કેસ પણ સોલ્વ થઈ જાય છે. જો કોઈ હથિયાર કે વસ્તુને હાથ લગાવવામાં આવે તો તેના dead cells તેમાં રહી જાય છે. તેને લો લેવલ ડીએનએ અથવા ટચ ડીએનએ કહેવામાં આવે છે. ફિંગરપ્રિન્ટ લઈને શંકાસ્પદ વ્યક્તિ સાથે મેક કરાવવામાં આવે છે, જેથી આરોપી સુધી પહોચી શકાય.
DNA એનાલિસીસની પ્રક્રિયા
ડીએનએ એનાલિસીસ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત ફોરેન્સિક લેબ અથવા કોઈ માન્યતા પ્રાપ્ત ખાનગી ફોરેન્સિક લેબમાં થાય છે. DNA એનાલિસિસના છ સ્ટેપ્સ હોય છે. પહેલા એક્ટ્રેક્શન એટલે કે ડીએનએને સ્કીન સેલ્સમાંથી બહાર કાઢવામાં આવે છે. ક્વાંટિટેશન એટલે કે ડીએનએ મળ્યો છે કે નહીં. એમ્પ્લીફિકેશન એટલે કે ડીએનએની ઘણી કોપી તૈયાર કરવામાં આ છે જેથી તેને કેરેક્ટરાઈઝ કરી શકાય. સેપરેશન એટલે કે એપ્લિફાઈડ ડીએનએ પ્રોડક્ટને અલગ રાખવામાં આવે છે. તેને પ્રોફાઈલિંગ કરવામાં આવે છે. તેના પછી છેલ્લો પ્રોસેસ ક્વાલિટી ઈન્શ્યોરન્સ એટલે કે ડીએનએ એનાલિસીસ રિપોર્ટને ટેક્નિકલ આધારે તપાસ કરવામાં આવે છે કે તે ક્રાઈમના હિસાબે સટીક છે કે નહીં.