ચૂંટણીમાં લોકોના મત મેળવવા નેતાઓ નીચી કક્ષાએ ઉતરી જતા ખચકાતા નથી. મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપે હિંદુ-મુસ્લિમ રાજકારણ શરુ કરી દીધું છે. આવામાં પાટણમાં ભાજપના એક સ્થાનિક નેતાનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. નગર પાલિકા કોર્પોરેટર અને ભાજપ પૂર્વ શહેર પ્રમુખ મનોજ પટેલે હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ ઉભું કરતુ નિવેદન આપ્યું છે.
ભાજપે પાટણ વિધાસભા બેઠક પર ડો.રાજુલ દેસાઇને ઉમેદવાર જાહેર કર્યા છે. ડો.રાજુલ દેસાઇને માટે પ્રચાર દરમિયાન એક સભામાં મનોજ પટેલે નફરતી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, જેને મંદિર બનાવવું હોય તે ભાજપમા રહે અને જેને મસ્જિદ બનાવવી હોય તે કોંગ્રેસમાં જાય.
પાટણમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને હાલ પાલિકા કોર્પોરેટર મનોજ પટેલે આપ્યું વિવાદિત નિવેદન.
“જેમને મંદિર બનાવવું હોય તે ભાજપની સાથે રહે અને જેમને મસ્જિદ બનાવ્યું હોય તે કોંગ્રેસની સાથે રહે.”#patan #manojpatel #BJP4Gujarat #Congress #GujaratElections2022 #khulaso93 pic.twitter.com/UkBv5VT3D8— Bhargav Makwana (@bhargavmakwan) November 28, 2022
“>
આ પહેલા આણંદ જીલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ગોવિંદ પરમારનાં પુત્રએ મુસ્લિમ યુવકની ટોપી ઉતારી લીધી હોવાની ઘટના બની હતી. ભાજપના જ પ્રચારમાં મુસ્લિમ યુવક જોડાયો હતો ત્યારે ઉમેદવારના પુત્રએ મુસ્લિમ યુવકની ટોપી ઉતારી લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ચુંટણી પ્રચાર દરમિયાન ભાજપના યોગી આદિત્યનાથ, હિમંતા બિસ્વા સારમાં, અમિત શાહ, જેપી નડ્ડા જેવા રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં આવીને હિંદુ-મુસ્લિમ રાજકારણ રમી રહ્યા છે.