રાષ્ટ્રપતિની ચૂંટણીની સામગ્રીનું વિતરણ શરૂ

દેશ વિદેશ

ચકાસણી મતપેટીની:
રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે ચૂંટણી કમિશનર અનુપ ચંદ્રા પાણ્ડેય સાથે મતદાન પેટીઓનાં ડિસ્પેચ અને ડિસ્ટ્રિબ્યૂશન કરતા પહેલાં તેની ચકાસણી કરી હતી. (એજન્સી)

નવી દિલ્હી: ચૂંટણી પંચે આગામી ૧૮ જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતપત્રકો, મતપેટીઓ અને એ મતપત્રકોને ચિહનાાંકિત કરવા માટે ખાસ પ્રકારની પેનોનું વિતરણ મંગળવારથી શરૂ કર્યું હતું. ભારતના ૧૬મા રાષ્ટ્રપતિની ચૂંટણીની બે દિવસની કાર્યવાહીમાં મતદાન સંસદભવન ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને પુડ્ડુચેરીની વિધાનસભાઓમાં પણ યોજાશે. તેને માટે સંબંધિત સામગ્રી રાજ્યોમાં પણ મોકલવામાં આવી છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સત્તાધારી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસના નેતા યશવંત સિંહા છે. એ ચૂંટણીમાં ચૂંટાયેલા સંસદસભ્યો અને વિધાનસભ્યો મતદાન કરશે. નિયુક્ત કરવામાં આવેલા સંસદસભ્યો અને વિધાનસભ્યો મતદાન નહીં કરી શકે. ૧ જુલાઈએ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
(એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.