Homeવાદ પ્રતિવાદદરેક યુગના લોકોને અપીલ કરી શકે તેવા એક મહાન મઝહબની વિશેષતાને જાણો

દરેક યુગના લોકોને અપીલ કરી શકે તેવા એક મહાન મઝહબની વિશેષતાને જાણો

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

જગતકર્તા, સૃષ્ટિના મહાન સર્જનહાર ખુદાવંદે કરીમ તરફથી જે ચાર આકાશી કિતાબો આવી તેના નામ અને જે પયંગબરો (સંદેશવાહકો) પર તે નાઝિલ (ઉતરી) તે વિશેની જાણકારી વાચકોએ આ કોલમના અગાઉના અંકોમાં મેળવી ચૂક્યા છે.
દીને ઈસ્લામના અંતિમ પયંગબર હઝરત મુહંમદ (સલ.)ના પાક-પવિત્ર જીવનના મુખ્ય પ્રસંગોની નોંધ આ રીતે લઈ શકાય.
ક્રમ હિજરી સન પૂર્વે ઈ.સ.
૧. અબ્દુલ મુતલિબ વફાત (અવસાન: ૪૪ વર્ષ) ૫૭૮
૨. સીરિયાનો પ્રવાસ: (૨૯ વર્ષ) ૫૯૩
૩. હઝરત બીબી ખદીજા સાથે લગ્ન: (૨૭ વર્ષ) ૫૯૫
૪. આપના પર પહેલી વહી (આકાશવાણી: ૧૨ વર્ષ) ૬૧૦
૫. આપ રસૂલના કુટુંબનો જાહેર બહિષ્કાર (૫ વર્ષ) ૬૧૭
૬. બીબી ખદીજા અને હઝરત અબુતાલિબનો
ઈન્તેકાલ (અવસાન) (૧ વર્ષ) ૬૨૨
૭. મેંરાજ તથા મદીના શરીફ તરફ હીજરત (સ્થળાંતર) (૦ વર્ષ) ૬૨૨
૮. બદરનું યુદ્ધ તથા અમિરૂલ મુઅમિનીનહઝરત અલી
અને બીબી ફાતેમાનાં લગ્ન (૨ વર્ષ) ૬૨૪
૯. ઓહદનું યુદ્ધ (૩ વર્ષ) ૬૨૫
૧૦. ખંદકનું યુદ્ધ (૫ વર્ષ) ૬૨૭
૧૧. ખયબરનું યુદ્ધ અને હુદેબીયાની સંધી (૬ વર્ષ) ૬૨૮
૧૨. દૂર દેશોના બાદશાહોને ઈસ્લામના સ્વીકારનું આમંત્રણ (૭ વર્ષ) ૬૨૯
૧૩. છેલ્લી હજ (૧૦ વર્ષ) ૬૩૨
૧૪. આપ રસૂલની વફાત (અવસાન) (૧૧ વર્ષ) ૬૩૨
ઈસ્લામના આવા મહાન રસૂલે કરીમના મુબારક જીવન વિશે વિશ્ર્વની અનેક ભાષાઓમાં મુસ્લિમ લેખકો અને બિનમુસ્લિમ વિદ્વાન સાહિત્યકારો દ્વારા પુસ્તકો, લેખો, નિબંધો લખાયા છે, જેમાના થોડાક અવતરણો પ્રાસંગિક થઈ પડશે:
પશ્ર્ચિમનાં માયકલ એચ. હાર્ટ નામના ઈતિહાસકાર અમેરિકન લેખકે ૧૯૩૮માં એક વિખ્યાત પુસ્તક લખેલ જેનું અંગ્રેજીમાં નામ ‘હન્ડ્રેડ મોસ્ટ ઈન્ફયુન્સીયલ પર્સોન ઑફ ધ વર્લ્ડ’(વિશ્ર્વના અતિ મહાન આદરણીય એકસો હસ્તિઓ). લેખકે જેમણે માનવ ઈતિહાસ પર સૌથી વધારે અસર કરી હોય અને જેનો પ્રભાવ વધારે સમય ટકી રહ્યો હોય તેવા મહાન પ્રતિભાશાળી મહાપુરુષોનો ક્રમ ગોઠવ્યોછે, તેમાં સૌથી પ્રથમ ક્રમે પયંગબરે ઈસ્લામ હઝરત મુહંમદ (સ.અ.વ.)નું મુબારક નામ આપ્યું છે અને પુસ્તકના પહેલા જ પ્રકરણમાં આપ હુઝૂરે અનવર (સ.અ.વ.)ના જીવનની રૂપરેખા દર્શાવી છે.
જ્યારે મહાન તત્વચિંતક જ્યોર્જ બનાર્ડ શો લખે છે કે, ‘આવતા સો વર્ષ દરમિયાન અગર કોઈ મઝહબને ઈંગ્લેન્ડ બલ્કે યુરોપ પર રાજ્ય કરવાની તક હોય તો તે માત્ર ઈસ્લામ ધર્મ છે.’
મેં મોહમદના જીવનને હંમેશા ઉચ્ચ દરજ્જા પર માન્યો છે, કારણ કે તેમાં અદ્ભુત શક્તિ છે. આ એક ધર્મ એવો છે જે દરેક યુગના લોકોને અપીલ કરી શકે.
‘હું માનું છું કે મોહમ્મદ જેવા યુગપુરુષ ધારો કે આધુનિક દુનિયાના સરમુખત્યાર પણ હોય તો એ આપણા દરેક મુશ્કેલ અને ગુંચવાયેલા કાર્યોનો ઉકેલ લાવવામાં સફળ થાય અને દુનિયામાં જોઈતી સુખશાંતિ ફેલાવી શકે.’
મહાત્મા ગાંધી લખે છે કે ‘ઈસ્લામને એ દિવસોમાં મળેલું સ્થાન તલવારથી જીતાયું નહોતું ઈસ્લામની ફતેહના કારણો પયંગબર સાહેબની અટલ સાદાઈ, તેમનું સંપૂર્ણ ર્સ્વાપણ, વચનોનું કાળજીભર્યું પાલન, તેમના મિત્રો અને અનુગામીઓ પ્રત્યેનો ગાઢ પ્રેમ, તેમનું શોર્ય, તેમની નિડરતા અને અલ્લાહ પર તથા પોતાના પવિત્ર કાર્ય પર અગાધ શ્રદ્ધા – એ હતા. ઈસ્લામને ફતેહ અપાવનાર કારણો, તેની અડચણોને દૂર કરનાર તલવાર નહીં પણ આ ખૂબીઓ હતી.’
ડેવીડ ડવેનપોર્ટ પણ એક ઉચ્ચ દરજ્જાના ફિલોસોફર છે. તેઓ હુઝૂરે અનવર (સ.અ.વ.) વિશે નોંધે છે કે, ‘મોહમ્મદસાહેબની સત્યતા અને નિખાલસ પણાની એ સર્વોત્તમ સાબિતી છે કે તેમના પર પ્રથમ ઈમાન લાવનાર તેમના જ ઘરના માણસો અને કુટુંબીજનો હતા. તેઓ બધા એમના ખાનગી જીવનથી અને તમામ વસ્તુઓથી સંપૂર્ણ માહિતગાર હતા. જો તેમનામાં સહેજપણ દંભ અથવા અપ્રમાણિક્તા હોત તો તેઓ તરફથી તેમનો જરૂર વિરોધ કરવામાં આવત’. (સંપૂર્ણ)
– કબીર સી. લાલાણી
………
નસીહત
‘જે ધર્મને હું જાણું છું અને જેના વિશે મેં અનેકવાર કહ્યું છે કે તે સંપૂર્ણપણે સર્જનના રહસ્યને તથા ભૌતિક વસ્તુઓની સચ્ચાઈઓને જાણે છે અને જે સંસ્કૃત્તિ સાથે મળી જાય છે, તે માત્ર મઝહબે ઈસ્લામ અને ઈસ્લામ જ છે. – એચ.જી.વેલ્સ

RELATED ARTICLES

Most Popular