ગલતી સે મિસ્ટેક! રામાયણની સીતાએ ભારતની જગ્યાએ પાકિસ્તાનના PMOને કર્યા ટેગ, યુઝર્સ બોલ્યા પ્રભુ ક્યાં છો તમે?

ફિલ્મી ફંડા

આખો દેશ આજે સ્વતંત્ર દિવસની ઉજવણીમાં તરબોળ છે ત્યારે બોલીવૂડ અને ટીવી સ્ટાર કેન્દ્ર સરકારની હર ઘર તિરંગા ઝુંબેશને સાથ આપી રહ્યા છે. રામાનંદ સાગર નિર્મિત ‘રામાયણ’ થી (Ramayan 1987) ઘરે ઘરે લોકપ્રિય બનેલી દીપિકા ચિખલિયાથી એક ભૂલ થઈ ગઈ જેને કારણે ટ્વિટર પર હોબાળો થઈ રહ્યો છે.
વાત જાણે એમ છે કે ટ્વિટર પર દીપિકાએ પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે તિરંગો પકડીને ઊભી છે. આ તસવીર શેર કરીને દીપિકાએ લખ્યું હતું કે, 75મો સ્વાતંત્ર્ય દિન મુબારક હો. જોકે, તેમણે ભૂલથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ પાકિસ્તાનના વડા પ્રધાનના ટ્વિટર હેન્ડલને ટેગ કર્યું હતું.

આ જોયા બાદ ટ્વિટર પર યુઝર્સ દીપિકાને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, રિલેક્સ દોસ્તો, પાકિસ્તાન પણ ભારતનું જ શહેર છે.

અન્ય યુઝરે રામાયણના લક્ષ્મણનો ફોટો શેર કર્યો હતો, જેમાં લક્ષ્મણ કહી રહ્યા છે કે હે પ્રભુ મને તો માયાજાળ લાગે છે. એક યુઝરે લખ્યયું હતું કે, પ્રભુ ક્યાં છો તમે હવે ફરીથી અવતાર લેવાનો સમય આવી ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.