દિનેશ કાર્તિક: લોકોની મજાક, અપમાનનો બેટથી આપી રહ્યા છે જડબાતોડ જવાબ

સ્પોર્ટસ

IPL 2022માં RCBના જોરદાર પ્રદર્શન બાદ જ્યારે બેટ્સમેન દિનેશ કાર્તિકે કહ્યું કે તેઓ ટીમ ઈન્ડિયા માટે T20 વર્લ્ડ કપ રમવા માંગે છે, ત્યારે લોકોએ તેમની મજાક ઉડાવી હતી. કોઈએ ઉંમર ટાંકી તો કોઈએ વન સિઝન વન્ડર કહી દીધું, પણ ડીકે હિંમત નહીં હાર્યા.
હવે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વર્ષ બાદ વાપસી કરીને તે ટીમના મુખ્ય ફિનિશર તરીકે ઉભરી આવ્યા છે. દ. આફ્રિકા સામેની ચોથી T20I મેચમાં મિડલ ઓર્ડરની અયોગ્ય ભૂલો વખતે જો ડીકે ન હોત તો કરો યા મરોની ચોથી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે 170 રનનો ટાર્ગેટ આપી શક્યું ન હોત.
2006માં ભારતે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી ત્યારે દિનેશ કાર્તિક તે ટીમમાં હતા. હવે 16 વર્ષ પછી પણ તેઓ ટીમ સાથે છે. સૌથી વયોવૃદ્ધ ખેલાડી ડીકે પોતાની ફિટનેસથી યુવાનોને માત આપી રહ્યા છે. તેમણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં 27 બોલમાં 55 રન બનાવ્યા અને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી. તેમણે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના શરૂઆત નબળી રહી હતી. ભારતે માત્ર 6.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 40 રન બનાવ્યા હતા. ઓપનર રુતુરાજ ગાયકવાડ (5), શ્રેયસ અય્યર (4) અને ઈશાન કિશન (27) તરત જ આઉટ થઈ ગયા હતા. કેપ્ટન ઋષભ પંત (17) પણ ખાસ કરી શક્યો નહોતો. 81 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. છઠ્ઠા નંબર પર દિનેશ કાર્તિકે પંડ્યાને ટેકો આપ્યો હતો. બંને વચ્ચે 33 બોલમાં 65 રનની ભાગીદારી નોંધાઈ હતી. ડીકેએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 અડધી સદી પૂરી કરી હતી.
વર્લ્ડ કપ 2019ની સેમી ફાઈનલ બાદ ટીમ ઈન્ડિયામાં ડીકે માટે તમામ દરવાજા બંધ થઇ ગયા હતા, પરંતુ કંઈક કરવાની ભાવનાએ આ ખેલાડીને જીવંત રાખ્યો હતો. આ દરમિયાન તેમણે કોમેન્ટ્રી પણ કરી હતી. બ્રિટિશ બ્રોડકાસ્ટર્સે તેમની કારકિર્દી ખતમ થઈ હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ ડીકે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા હતા. તેમણે પોતાની ટીમ તમિલનાડુને ઉંચાઈ પર પહોંચાડી અને પછી IPL 2022માં 16 ઇનિંગ્સમાં 330 રન બનાવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.