મને ખબર છે ડ્રોપ થવું શું છે…! જબરદસ્ત પ્રદર્શન બાદ Emotional થયો દિનેશ કાર્તિક

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા સામે રાજકોટમાં રમાયેલી T-20 મેચમાં દિનેશ કાર્તિકે 55 રનની વિજયી પારી રમીને કમાલ કરી હતી. મેચ પૂરી થયા બાદ હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક વચ્ચે વાતચીત થઈ હતી. હાર્દિકે પૂછ્યું હતું કે આટલા સારા પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ શું છે? ત્યારે દિનેશે જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું છેલ્લાં ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. મને ખબર છે ડ્રોપ થવું એ એક ખેલાડીને કેટલી પીડા આપે છે. મને ખબર છે કે ટીમ ઈન્ડિયા માટે રમવું કેટલું કિંમતી હોય છે.

વાતના દોરને આગળ વધારતા કાર્તિકે કહ્યું હતું કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મને એક પ્લેટફોર્મ આપ્યું, જેથી હું મારા પ્લાન પર કામ કરી શકું. મેં મારી ટીમને જીત અપાવવાના પૂરા પ્રયાસો કર્યા. મેં t-20માં રમવાનું નક્કી કર્યું હતું અને આ માટે મેં ઘણા વખત સુધી ખૂબ જ મહેનત કરી છે. સિલેક્શન ન થવું એ કેટલું દુખદાયી છે એ હું ખૂબ જ સારી રીતે જાણું છું. મેં આ ટીમને બહારથી જોઈ છે. ટીમની અંદર ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાની અંદર ઘણું ટેલેન્ટ છે. યુવા ખેલાડી પાસેથી ઘણું શીખવા મળે છે. મેં ઘણા લોકો સાથે ક્રિકેટ રમી છે, જે મને મારા આત્મવિશ્વાસને વધારવાનો ભરોસો અપાવે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.