દિનેશ ગુણવર્દના શ્રીલંકાના નવા પીએમ બન્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

હિંદ મહાસાગરના દેશ શ્રીલંકામાં ખરાબ આર્થિક કટોકટીને કારણે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે વરિષ્ઠ રાજકારણી દિનેશ ગુણવર્દનાએ શુક્રવારે શ્રીલંકાના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. દિનેશ ગુણવર્દનાએ કોલંબોમાં વડા પ્રધાન કાર્યાલયમાં શ્રીલંકાના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા એપ્રિલમાં તેમને ગૃહ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા અને પછી રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ 73 વર્ષીય વિક્રમસિંઘેએ ગુરુવારે દેશના આઠમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા, જેને કારણે વડા પ્રધાનનું પદ ખાલી પડ્યું હતું.

“>

શ્રીલંકાના મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે શપથ ગ્રહણ સમારોહની અધ્યક્ષતા કરતા દેખાય છે. રાનિલ વિક્રમસિંઘે આજે પછી તેમના નવા કેબિનેટની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. દિનેશ ગુણવર્દેના એવા ઘણા ચહેરાઓમાંથી પ્રથમ છે જેઓ દેશને આર્થિક સંકટમાંથી બહાર લઈ જશે તેવી અપેક્ષા છે.
ગુણવર્દના અગાઉની સરકારોમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે વિદેશ પ્રધાન, પરિવહન પ્રધાન અને શહેરી વિકાસ પ્રધાન તરીકે સેવા આપી છે અને પાંચ દાયકાથી વધુ લાંબી તેમની રાજકીય કારકિર્દી દરમિયાન અન્ય ઘણી ભૂમિકાઓ નિભાવી છે.
શ્રીલંકના મીડિયાનું કહેવું છે કે ગુણવર્દના રાજપક્ષે પરિવાર સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, જેના કારણે તેમની વિશ્વસનીયતામાં ઘટાડો થવાની શક્યતા છે. આર્થિક કટોકટી બાદ શ્રીલંકાના રાજકારણમાં પરિવર્તનની માંગ સાથે પ્રદર્શન કરનારા શ્રીલંકાના લોકો તેમજ વિરોધીઓ રાજપક્ષોની નજીકના કોઈને ડ્રાઇવિંગ સીટ પર સ્વીકારવા તૈયાર નથી. શ્રીલંકાના લોકો રાનિલ વિક્રમસિંઘેની નિમણૂકને પણ સ્વીકારવા તૈયાર નથી.
આવી કપરી હાલતમાં દિનેશ ગુણવર્દના અને વિક્રમસિંઘે દેશને કેવી રીતે ઉગારશે એ જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.