હેડિંગ વાંચીને જ ચકરાઈ ગયા ને? કપૂર ખાનદાનના નબીરા રણબીર કપુરને ડિમ્પલ કાપડિયાએ 15-20 લાફા મારી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રણબીરની ફિલ્મ તુ જૂઠ્ઠી મૈં મક્કાર બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મમાં રણબીર, શ્રદ્ધા કપૂર સહિત ડિમ્પલ કાપડિયાના અભિનયના લોકો વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં ડિમ્પલે રણબીરની માતાનો રોલ કર્યો છે અને આ ફિલ્મના એક સીનમાં ડિમ્પલ રણબીરને લાફા મારતી દેખાય છે. હવે આ સીનને લઈને એક મજેદાર કિસ્સો સાંભળવા મળ્યો હતો અને આ કિસ્સો સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. વાત જાણે એમ છે કે આ સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રણબીરે ડિમ્પલ કાપડિયાના 15-20 લાફા ખાવાનો વારો આવ્યો હતો. બીજા ટેકમાં જ આ સીન ઓકે થઈ ગયો હતો, પરંતુ નિર્દેશક લવ રંજને મસ્તી કરવા માટે વારંવાર રિટેક કરવાનું કહ્યું હતું અને આ જ કારણસર બંને જણે વારંવાર આ શોટ આપવો પડ્યો હતો.
આ સીન દરમિયાન આ બધું જોઈને ત્યાં હાજર લોકોએ પૂછ્યું કે શું તેઓ સાચે જ રણબીરને લાફા મારી રહ્યા હતા કે? આ સવાલના જવાબમાં ડિમ્પલે જણાવ્યું હતું કે એમની ટાઈમિંગ એટલી પરફેક્ટ હતી કે તેઓ યોગ્ય સમય પર લાફાને ડક કરી રહ્યા હતા. તે ઋષિ કપુરનો દીકરો છે અને તેને પોતાની ટાઈમિંગ ખૂબ જ સારી છે. ઉલ્લેખનીય છે કે તૂ જુઠ્ઠી મૈં મકાર થિયેટરમાં સારું પર્ફોમ કરી રહી છે. 95 કરોડમાં બનેલી આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થવાની છે. જાણકારી અનુસાર ફિલ્મે સાત દિવસમાં જ 82.34 કરોડનો બિઝનેસ કરી લીધો છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે વીક-એન્ડ પર ફિલ્મની કમાણીમાં વધારે ઉછાળો જોવા મળી શકે છે.