Homeમેટિનીદિલ ચાહતા હૈ!

દિલ ચાહતા હૈ!

જેમ દરેક ડિરેક્ટરની ખાસ અભિનેતા સાથે કામ કરવાની ઝંખના હોય છે એમ પ્રત્યેક એક્ટરની પણ ચોક્કસ દિગ્દર્શક સાથે કામ કરવાની ખ્વાહિશ હોય છે

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક કલાકારનું કોઈ સ્વપ્ન હોય છે, કોઈ મહત્ત્વાકાંક્ષા હોય છે, કોઈ મહેચ્છા હોય છે. એક સમય હતો જ્યારે અભિનેત્રીઓ દિલીપ કુમારની હિરોઈન બનવાનું ખ્વાબ જોતી. સાથે એવા પણ હીરો હતા જે મધુબાલા સાથે ચમકવા તલપાપડ રહેતા. એવા સંગીતકાર હતા જે લતા દીદી માટે ધૂન બનાવી ગદગદ થઈ જતા. એવા દિગ્દર્શકના અનેક ઉદાહરણ છે જેમણે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સપનું જોયું હોય. સાથે એવા પણ દાખલા છે જેમાં ચોક્કસ દિગ્દર્શક સાથે ક્યારે કામ કરવા મળે એની આતુરતા અભિનેતામાં હોય. એસ. એસ. રાજામૌલીની ‘આરઆરઆર’થી ભારતભરમાં લોકપ્રિય બની ગયેલા અને મુખ્યત્વે તેલુગુ ફિલ્મમાં કામ કરતા રામ ચરણે રાજકુમાર હિરાણી સાથે કામ કરવાની તમન્ના દેખાડી છે. મુખ્યત્વે હિન્દી ફિલ્મો જોતા દર્શકોએ ગયા વર્ષે સાઉથની ફિલ્મોને પણ વધાવી હોવાથી રામ ચરણ, એનટીઆર જુનિયર, પ્રભાસ, ડકલેર સલમાન વગેરે અભિનેતા હિન્દી ફિલ્મોમાં કામ કરવા થનગની રહ્યા છે ત્યારે પ્રતિષ્ઠિત બેનર અને નામી દિગ્દર્શક તરફ તેમનો ઝુકાવ હોય એ બહુ સ્વાભાવિક છે. બોલીવૂડના કયા દિગ્દર્શક સાથે કામ કરવાની ઈચ્છા છે એવો સવાલ તાજેતરમાં રામ ચરણને કરવામાં આવતા તેણે કહ્યું હતું કે રાજકુમાર હિરાણી મારા અત્યંત પ્રિય ડિરેક્ટર છે. ફિલ્મમાં કલાત્મકતા અને વ્યવસાયિક સંતુલન જાળવવાની ગજબની આવડત તેમનામાં છે. એમની સાથે કામ કરવાની મારી અદમ્ય ઈચ્છા છે. હા, વિશાલ ભારદ્વાજ પણ મને ગમે છે. બહુ મસ્ત મજાની ફિલ્મો બનાવે છે. એમની સાથે કામ કરવું પણ મને ગમશે.’ હિન્દી ફિલ્મના ચાહકોમાં જાણીતા તેલુગુ સ્ટાર ચિરંજીવીના પુત્ર રામ ચરણે ૨૦૧૩ની ‘ઝંઝીર’માં (બચ્ચનસાબની ‘ઝંઝીર’ની રિમેક) ઈન્સ્પેક્ટર વિજય ખન્નાનો રોલ કર્યો હતો. જોકે, આ ફિલ્મને મોળો આવકાર મળવાથી રામ ચરણની હિન્દી ફિલ્મ કોઈની સ્મૃતિમાં ન રહી. ‘આરઆરઆર’ની ભવ્ય સફળતા પછી ચિરંજીવીના પુત્રમાં ફરી હિન્દી ફિલ્મોમાં કામ કરવાની ઉત્સુકતા જાગી છે અને એ માટે તેણે રાજકુમાર હિરાણી સાથે કામ કરવાનો ઈરાદો હોવાનું સ્પષ્ટ કર્યું છે.
હીરો જ નહીં હિરોઈન સુધ્ધાં પણ ચોક્કસ ડિરેક્ટર સાથે કામ કરવા થનગનતી હોય એવા ઉદાહરણ ફિલ્મ ઈતિહાસના ચોપડે નોંધાયા છે. સારા અલી ખાન આજની પેઢીનું ઉદાહરણ છે. ચેલેન્જિંગ રોલ કરવા ઉપરાંત આજના યંગસ્ટર્સ કયા દિગ્દર્શક સાથે કામ કરવાથી એક હિટ ફિલ્મ પોતાના નામે જમા થશે એ જાણતા હોય છે. રોહિત શેટ્ટીએ જ્યારે રણવીર સિંહ સાથે ‘સિમ્બા’ બનાવવાની જાહેરાત કરી પોસ્ટર રિલીઝ કર્યું ત્યારે એમાં હિરોઈન નહોતી. એ રોલ કોના ભાગે આવશે એ વિશે અનેક અટકળો, અનેક તર્ક વિતર્ક થયા હતા. ઘણા નામ મીડિયામાં વહેતા સુધ્ધાં થયા હતા. છેવટે સારા અલી ખાનની પસંદગી થઈ. એના નામ પર કેમ મત્તું મારવામાં આવ્યું એ અંગે ખુદ રોહિત શેટ્ટીએ જ ખુલાસો કર્યો હતો કે ‘સિમ્બાનો રોલ મેળવવા સારાએ મને એટલા બધા મેસેજ કર્યા કે વાત ના પૂછો. એની પસંદગીમાં અભિષેક કપૂરનો મોટો ફાળો છે. તેણે સુધ્ધાં મને ફોન કરી સારાની સિફારીશ કરી હતી. ત્યારે એ સારા સાથે ‘કેદારનાથ’ બનાવી રહ્યો હતો. પોતે શૂટ કરેલો કેટલોક હિસ્સો મને જોવાનો આગ્રહ કર્યો. મેં એ જોયો અને સારાને સાઈન કરી લીધી.’ રોહિત શેટ્ટીની ફિલ્મમાં કામ કરવાની સારાની ઈચ્છા ફળીભૂત થઈ અને એના નામ સાથે એક સુપરહિટ ફિલ્મનું લેબલ લાગી ગયું. આ બાબતે અભિનયના ઊંચા શિખરો સર કરનાર વિદ્યા બાલનની કેફિયત પણ જાણવા જેવી છે. ‘હમ પાંચ’ સિરિયલ પછી પ્રદીપ સરકારની ’પરિણીતા’થી (૨૦૦૫) હિન્દી ફિલ્મોમાં શાનથી પ્રવેશ કરનાર વિદ્યાએ ‘ભૂલ ભુલૈયા’, ‘પા’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી ફિલ્મોથી કુશળ અભિનેત્રી તરીકે બહુ જલદી સ્થાન બનાવી લીધું હતું. એને જ્યારે કોઈ ઈચ્છા – અરમાન પૂરા કરવા છે એ અંગે સવાલ કરવામાં આવતા તેણે કહ્યું હતું કે ગુલઝારસાબની સાથે એક ફિલ્મ કરવી છે. મારા દુર્ભાગ્ય છે કે હવે તેઓ ફિલ્મ ડિરેક્ટ નથી કરતા. એક વાર તો શરમ નેવે મૂકીને મેં ગુલઝારજીને કહ્યું કે બીજું કંઈ નહીં તો મારી સાથે એક એડ ફિલ્મ કરી લો. ‘ગુલઝાર સાથે કામ કરવાની વિદ્યાની તાલાવેલી એમાં પ્રગટ થાય છે. વરુણ ધવને પણ શૂજિત સરકારને આગ્રહ – વિનવણી કરીને ’ઓક્ટોબર’ ફિલ્મનો રોલ મેળવ્યો હતો. આવા બીજા પણ કેટલાક ઉદાહરણ છે.
પ્રિય અભિનેતા કે માનીતા દિગ્દર્શક સાથે કામ કરવાની તમન્ના હોવા ઉપરાંત કોઈ પાત્ર ભજવવાની મહેચ્છા હોય એવા પણ ઉદાહરણ છે. ‘પઠાન’ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે શાહરૂખ ખાને કરેલી એક વાત ધ્યાન ખેંચનારી છે. એક ઈન્ટરવ્યૂમાં કિંગ ખાને જણાવ્યું છે કે મેં ખૂબસૂરત લવ સ્ટોરી વાળી ફિલ્મો કરી છે, સોશિયલ ડ્રામા કર્યા છે અને નેગેટિવ રોલ સુધ્ધાં કર્યા છે, પણ ક્યારેય એક્શન ફિલ્મ કરવાની તક મને નથી મળી. મેં ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો એ દિવસથી એક્શન ફિલ્મ કરવાની મારી ખ્વાહિશ હતી. આદિત્ય ચોપડાએ એક્શન ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ પણ કર્યું હતું, પણ અચાનક બધું બદલાઈ ગયું અને અમે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ કરી. આદિત્યની જ ‘પઠાન’ સાથે મારા અરમાન પૂરા થઈ રહ્યા છે. હું ૫૭ વર્ષનો થયો અને હવે કેટલાક વર્ષ એક્શન ફિલ્મો કરવાની મારી ઈચ્છા છે. મારે ‘મિશન ઈમ્પોસિબલ’ જેવી એક્શન ફિલ્મમાં કામ કરવું છે.’ ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular