Homeદેશ વિદેશમોદી સહિત મહાનુભાવો આજે મતદાન કરશે

મોદી સહિત મહાનુભાવો આજે મતદાન કરશે

માતાના આશીર્વાદ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની પૂર્વસંધ્યાએ એટલે કે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા હતા. (એજન્સી)
—-
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો આજે મતદાન કરશે. મતદાન કરવા મોદી રવિવારે સાંજે જ અમદાવાદ ખાતે આવ્યા હતા અને તેમણે માતા હીરાબાની મુલાકાત લીધી હતી અને ખબર પૂછી હતી. મોદી રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલમાં સવારે સાડા આઠ વાગ્યે મતદાન કરવા જવાના છે.
મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ નારણપુરા ખાતે મતદાન કરશે તેમ જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શિલજ ખાતે મતદાન કરશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પણ આજે પોતાના મતદાનની ફરજ અદા કરશે.
ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાનમાં અપેક્ષા કરતા ઓછું મતદાન થયું છે ત્યારે આજે બીજા તબક્કાના મતદાનમાં લોકો વધારે ઉત્સાહ બતાવે તેવી અપીલ ચૂંટણીપંચ અને તમામ રાજકીય પક્ષોએ કરી છે. દરમિયાન મોદીએ ભાજપના કાર્યાલય કમલમ ખાતે નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. અમિત શાહ ઉપરાંત મોટા ભાગના નેતાઓ હાજર હતા. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular