ડિજિટલ ટિકિટનો ઉપયોગ કરનારાને બેસ્ટની બસોમાં પહેલા પ્રવેશ મળશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બેસ્ટ ઉપક્રપની ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ બસ સર્વિસને પ્રવાસીઓનો ભરપૂર પ્રતિસાદ મળતો હોઈ હવે ડિજિટલ ટિકિટ લેનારા પ્રવાસીઓને ડિજિટલ બેસ્ટમાં પ્રવાસ કરવા માટે પ્રાધાન્ય આપવામાં આવશે.
બેસ્ટની બસમાં હાલ ૩૪,૫૦૦ પ્રવાસીઓ પ્રતિદિન પ્રવાસ કરે છે. તેમાંથી અત્યાર સુધી ૨૫ લાખથી વધુ પ્રવાસીઓએ બેસ્ટની ‘ચલો ઍપ’નો ઉપયોગ કરી રહ્યા છે. તો ૪.૫ લાખથી વધુ પ્રવાસીઓ ડિજિટલ ટિકિટ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા હોવાનું બેસ્ટ ઉપક્રમે કહ્યું હતું.
મુંબઈગરાનો પ્રવાસનો સમય બચે તેમ જ કોરોના તેમ જ અન્ય બીમારીઓની પાર્શ્ર્વભૂમિ પર સંપર્કરહિત અને સુરક્ષિત બસપ્રવાસ આપવાના ઈરાદે ડિજિટલ ટિકિટ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ ઉપક્રમે ‘ચલો ઍપ’, સ્માર્ટ કાર્ડ બસ પાસ અને એન.સી.એમ.સી. સહિતની બસ પાસની યોજનાઓ જાહેર કરી છે. હવે બેસ્ટ ઉપક્રમે દેશની પહેલી એવી ૧૦૦ ટકા ડિજિટલ ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ બસસેવાનો પ્રારંભ કર્યો છે. પ્રવાસીઓના વધતા પ્રતિસાદ અને વધતી માગણીને ધ્યાનમાં લઈને બેસ્ટ ઉપક્રમે એ-૭૭, એ-૧૦૨, એ-૧૦૫, એ-૧૧૨, એ-૧૧૫, એ-૧૧૬, એ-૧૧૮, એ-૧૨૩, એ-૧૬૨, એ-૧૬૭, એ-૩૬૯, એ-૩૭૮, એ-૪૦૧, એ-૪૦૨, એ-સ્પેશિયલ ૮ અને એ-સ્પેશિયલ -૯ એવા કુલ ૧૬ બસ રૂટ પર લગભગ ૨૦૦ બસમાં ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ બસ સર્વિસ તાજેતરમાં જ ચાલુ કરવામાં આવી છે. બેસ્ટની ‘ચલો ઍપ’ અને સ્માર્ટ કાર્ડ વાપરનારા પ્રવાસીઓને લાઈનમાં રાહ ન જોતા આવી ડિજિટલ બસસેવા દ્વારા ભીડના સમયે પણ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
બેસ્ટમાં ૩૪,૫૦૦ પ્રવાસીમાંથી અત્યાર સુધી ૨૫ લાખથી વધુ પ્રવાસીઓએ બેસ્ટની ‘ચલો ઍપ’નો ઉપયોગ કરી રહ્યા છે અને ૪.૫ લાખથી વધુ પ્રવાસી ડિજિટલ ટિકિટ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી આજે બેસ્ટ ઉપક્રમે ડિજિટલાઈઝેનનમાં પૂરા ભારતમાં પહેલા નંબરની શહેરની પરિવહન સંસ્થા બની ગઈ છે. ભવિષ્યમાં વધુમાં વધુ બસ ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ ટેક્નોલોજી પર દોડાવવાની બેસ્ટની યોજના છે. ડિજિટલ ટિકિટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ ઉપક્રમે ‘ફ્રિડમ પ્લાન’ ૩૧ ઑગસ્ટ સુધી લંબાવી દીધો છે.
આ યોજના હેઠળ ફકત એક રૂપિયામાં કોઈપણ બસમાર્ગ પર સાત દિવસમાં હવે પાંચ વખત પ્રવાસ કરવાની સગવડ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.