કવર સ્ટોરી -કલ્પના મહેતા

કેરળમાં ત્રણ વર્ષ પહેલાં દેશના પહેલા ડિજિટલ ગાર્ડનનો પાયો નંખાયો હતો. કેરળના રાજભવનમાં ૨૧ એકરમાં ફેલાયેલા કનકકુન્નુ ગાર્ડનની તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી. હવે જ્યારે દેશના અલગ અલગ ભાગોમાં ડિજિટલ ગાર્ડન બની રહ્યા છે ત્યારે આ વાત સામાન્ય થઈ ગઈ છે અને લોકો કનકકુન્નુંને યાદ નથી કરતા. હવે આ ગાર્ડન સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગયું છે, જેમાં ૧૨૬ પ્રજાતિના હજારો વૃક્ષ છે અને દરેક વૃક્ષની પોતાની એક ડિજિટલ આઈડેન્ટિટી છે.
વૃક્ષો પર ક્યુઆર કોડ લાગ્યા છે, જેના પર ક્લિક કરતા તમને તમને વૃક્ષની આખી કુંડલી મળી જશે. તેની ઉંમરથી લઈને તેની વિશેષતા સુધીની. એટલે કે તે વૃક્ષમાં કયાં ફૂલ કે ફળ આવે છે, આ ફળફૂલને ક્યાં પક્ષી ખાય છે, પક્ષીઓ અને અન્ય જીવો માટે તેની શું ઉપયોગીતા છે, પર્યાવરણમાં તેની
ભૂમિકા શું છે, તે કેટલા દિવસ જીવી શકે છે અને તેની કઈ રીતે દેખરેખ કરવામાં
આવે વગેરે.
આનો મતલબ એ છે કે અત્યાર સુધી આ જાણકારી માટે માણસોનો સંપર્ક કરવો પડતો હતો તે હવે એક ક્લિક દ્વારા મળી રહે છે. આશા કરવામાં આવી રહી છે કે થોડા સમયમાં દેશભરમાં ડિજિટલ ગાર્ડનનું એક નેશનલ નેટવર્ક ઊભું કરવામાં આવશે. ત્યારે આપણે જંગલમાં ગયા વિના વિવિધ વૃક્ષો વિશે જાણકારી મેળવી શકીશું. તેના વિશે, તેની ઉપયોગીતા કે અનઉપયોગીતા વિશે જાણી શકીશું. જોકે સવાલ એ છે કે હરિયાળા વૃક્ષોને જોઈને મનમાં જે આનંદ ઊભો થાય છે તે ક્યાંથી લાવશું.
શું મોબાઈલમાં સુંદર વૃક્ષો, ફળોને
જોઈને આપણે તે અનુભૂતિ કરી શકીએ. જે પ્રકારની ખુશી વૃક્ષોની આસપાસ ફરવાથી, પાર્કમાં ફરવાથી કે જંગલમાં વિહરવાથી મળે છે તે મોબાઈલમાં જોવાથી મળશે.
હરિયાળા વૃક્ષોની વચ્ચે આપણી બધી તાણ દૂર થઈ જાય છે તે બધું શું વન ક્લિક રીચથી મળી શકે.
વર્ષો પહેલાં ઓશોએ કહ્યું હતું કે કોઈ
વાનગી ગમે તેટલી સ્વાદિષ્ટ હોય, તેની મજાં તેનું ચિત્ર જોઈને મળતી નથી કે ભૂખ સંતોષાતી નથી. જે તેને ખાઈને જ થાય છે. તેમ છતાં ઈન્ફોર્મેશન રિવોલ્યુશનના આ સમયમાં આપણને દરેક ચીજમાં ડિજિટલાઈઝેશન કરવાનું ભૂત સવાર થયું છે.
ઠીક છે કે આપણે કેરળના આ ગાર્ડનનાં દરેક ફૂલ, ફળ, વૃક્ષની માહિતી મેળવી શકીએ છીએ, પરંતુ આ ડેટાનું કરશું શું. આ માત્ર મગજ માટેની એક સૂચના જ છે. શું આ ડિજિટલાઈઝેશન આપણને બાગ બગીચાથી મળતા આનંદ અને લાભનો એક ટકો પણ અપાવી શકે.
ક્યૂઆર કોડના માધ્યમથી આપણે હજારો વૃક્ષોની જાણકારી એક નાનકડી પોસ્ટમાં મૂકી શકીએ છીએ. ઈ-મેલ દ્વારા તેને
ગમે ત્યાં મોકલી શકીએ અથવા આપણા લેપટોપમાં સેવ કરી શકીએ.
પણ ડર એ વાતનો છે કે ક્યાંક આવનારી પેઢી વૃક્ષોની જાણકારી માટે ડિજિટલ ઈન્ફોર્મેશન પર નિર્ભર ન થઈ જાય. આપણા સૌનો અનુભવ કહે છે કે જ્યાં સુધી વૃક્ષોને નજીક વારંવાર ન જૂઓ, તેનાં ફળ-ફૂલ કે પત્તાને અડકો નહીં, સૂંઘો નહીં ત્યાં સુધી તેની જીવતંતાની અનુભૂતિ આપણને થતી નથી. ડિજિટલ ઈન્ફોર્મેશન ઘણા મામલે ફાયદાકરક છે, પરંતુ જોખમ એ છે કે ક્યાંક આપણે કુદરતની અફાટ સુંદરતાને માત્ર મોબાઈલ કે લેપટોપના સ્ક્રીન પર જ ન જોતા રહીએ.
કેરળમાં જે ડિજિટલ ગાર્ડન બન્યું તે બાદ દેશનાં ઘણાં રાજ્યોમાં આ પ્રયોગ થઈ રહ્યો છે. આ ખતરનાક છે કારણ કે આનાથી ગાર્ડનિંગ જેવી પ્રવિૃત વર્ચ્યુઅલ બની જશે.
વર્ષ ૨૦૧૯માં જ્યારે પહેલા ગાર્ડનનું ડિજિટલાઈઝેશન થયું હતું ત્યારે દેશ ખુશ હતો, પરંતુ કેરળ બાદ જ્યારે અન્ય જગ્યાએ આ પ્રયોગ શરૂ થયા ત્યારે લોકોનો રસ ઓછો થઈ ગયો. આપણે ગમે તેટલી માહિતી મેળવી લઈએ તેનાથી શું. જો આપણે તેને આપણા હૃદયથી અનુભવી ન શકીએ. એ વાત નક્કી છે કે કેરળ વિશ્ર્વવિદ્યાલયના વનસ્પતિ વિભાગે રાજ્યાન પેહાલ ડિજિટલ ગાર્ડનને વિકસાવવામાં પોતાની ભૂમિકા નિભાવી છે. પણ જાપાન અને અમેરિકામાં તો દસકાઓ પહેલા ગાર્ડન તો શું જંગલનું પણ ડિજિટલાઈઝેશન થઈ ગયું છે. ઘણા લોકો આનો વર્ચ્યુઅલ ફાયદો ઉઠાવે છે, તેઓ તેમાં ફરે છે, પરંતુ આ ફરવાનું એક સુંદર છળ સમાન છે.
જ્યારે તમને કોઈ વૃક્ષ પાસે જવાનું કે કુદરતના ખોળે
રમવાનું મન કરશે ત્યારે આ બધું અર્થહીન લાગશે. દરકે વસ્તુને આપણે બ્લ્યુ ટૂથ ડિવાઈસ કે ડિજિટલ ઉપકરણમાં ન બદલી શકીએ.
આજકાલ એવી એપ છે જે વૃક્ષોને ઉછેરવા વિશે વિવિધ સૂચનાઓ આપે છે, હવામાન ખાતાની જાણકારી આપે છે, પહેલેથી જ કહી દે છે કે ક્યારે આ ઝાડ પર ફૂલ ઉગશે. પણ આવી સૂચનાઓનો શું ફાયદો. યાદ રાખજો દરેક વસ્તુનું વર્ચ્યુઅલ થઈ જવું માનવજાત માટે યોગ્ય નથી.

Google search engine