ખાનગી પેટ્રોલિયમ કંપનીઓની લુંટ! સરકારી કંપની કરતા ડીઝલના ભાવ 5 થી 31 રૂપિયા વધુ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

વધી રહેલી મોંઘવારીના મારથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોનું બજેટ વિખેરાઈ ગયું છે. ત્યારે યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. કેન્દ્ર સરકારે રાહત આપવા કર ઘટાડ્યો હતો જેને કારણે થોડો હાશકારો થયો હતો ત્યારે હવે ખાનગી પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકોને લુંટવાનું શરુ કર્યું હોય એમ એક સાથે ડીઝલના ભાવમાં 5 થી 31 રૂપિયાનો વધારો કર્યો છે. હાલ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ અને ખાનગી પેટ્રોલિયમ કંપનીના પંપ પર ડીઝલમાં લગભગ 5 થી 31 રૂપિયાનો ભાવ ફેર બતાવે જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં ખાનગી પેટ્રોલિયમ કંપનીના પંપ પર ડીઝલનો ભાવ ઐતિહાસિક ૧૨૫ રૂપિયાની સપાટીને આંબી ગયો છે, જયારે પેટ્રોલનો ભાવ પણ 105 થી વધુ નોંધાયો છે. ખાનગી કંપનીના પંપ અને સરકારી પંપ પર મોટો ભાવ ફેર જોવા મળ્યો છે. સરકારી કંપની HP, BPCL, ઇન્ડિયન ઓઇલમાં ભાવ એક સમાન છે, પરંતુ શેલ, નાયરા અને રિલાયન્સ જેવી ખાનગી કપંનીઓના પેટ્રોલ પંપ પર વધુ ભાવ લેવાઈ રહ્યાં છે.
નાયરાના પંપ પર ડીઝલમાં 3 રૂપિયા વધારે લેવામાં આવી રહ્યાં છે. સરકારી કંપનીના પંપ પર ડીઝલ રૂ.92.26 પ્રતિ લીટરના ભાવથી વેચાઈ રહ્યું છે ત્યારે, નાયરા કંપની ડીઝલના 97.18 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ડીઝલ વેચી રહી છે. તો શેલ કંપની ડીઝલ પર ડીઝલ રૂ.125.87 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના પ્રમુખે આ તફાવત વિશેનુ કારણ જણાવ્યુ હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારત પર પડી રહી છે. પેટ્રોલિયમની પુરતી સપ્લાય ન હોવાનો કારણે ક્રુડના ભાવ ઉંચકાયા છે. ઓપેક (Organization of the Petroleum Exporting Countries) ભાવ ઘટાડવા સહમત ન હોવાથી ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ પંપ પર ઇંધણની તંગી દુર કરવા સરકારે USO (યુનિવર્સિલ સર્વિસ ઓર્ડર) ની જાહેરાત કરી છે. તેને કારણે જ ખાનગી અને સરકારી કંપનીના પેટ્રોલ પંપ પર ભાવમા તફાવત જોવા મળે છે. સરકારી કંપનીની સરખામણીમાં ખાનગી કંપનીમાં ડીઝલમાં 5 રૂપિયાથી માંડી 31 રૂપિયા જેટલુ મોંઘું છે. રશિયા પાસેથી ભારતે ખરીદેલુ ક્રુડ આવતા હજુ બે મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેશે.

1 thought on “ખાનગી પેટ્રોલિયમ કંપનીઓની લુંટ! સરકારી કંપની કરતા ડીઝલના ભાવ 5 થી 31 રૂપિયા વધુ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.