એમવીએ સરકાર જે અઢી વર્ષમાં ન કરી શકી એ એકનાથ શિંદેએ ટૂંક સમયમાં જ કર્યું, જાણો કોણે કર્યો આવો દાવો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ઔરંગાબાદ: અગાઉની મહાવિકાસ આઘાડી હેઠળ વિકાસ ભંડોળ મળતું નહોતું, પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના મતવિસ્તાર પૈઠણ માટે ટૂંકા ગાળામાં જ બે હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, એવું મહારાષ્ટ્રના પ્રધાન સંદીપન ભુમરેએ સોમવારે કહ્યું હતું.

અમને વોટર ગ્રીડ માટે ૩૮૭ કરોડ, સાઈટ્રસ એસ્ટેટ માટે બાવન કરોડ અને પૈઠણ શહેર માટે ૧૦૦ કરોડ રૂપિયા મળ્યા છે. હું અઢી વર્ષથી (ઉદ્ધવ ઠાકરેની એમવીએ સરકાર હેઠળ) ફાઈલો લઇ ગયો હતો, પણ એક પણ સમયે ભંડોળ પસાર થયું નહોતું. શિંદેએ ટૂંકા ગાળામાં જ આ ભંડોળ પસાર કરી દીધું છે, એવો દાવો ભુમરેએ કર્યો હતો.

તેમણે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના ચંદ્રકાંત ખૈરે અને અંબાદાસ દાનવેના આરોપોને પણ નકારી કાઢ્યા હતા કે લોકોને પૈસા ચૂકવીને મુખ્ય પ્રધાનની પૈઠાણ રેલીમાં લાવવામાં આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.