જાણીતી અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યાના કેસમાં રવિવારે પોલીસે લવ-જેહાદને એંગલને ફગાવી નાખ્યો હતો. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને અત્યાર સુધીની તપાસ અનુસાર તુનીષાનું મોત બ્રેકઅપને કારણે તેને અંતિમ પગલું ભર્યું હતું. તુનીષા શર્માના મોતના કિસ્સામાં તેના ખાસ દોસ્ત અને અલીબાબા સિરિયલના અભિનેતા શીજાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. જૂન, 2022થી આ સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને તુનીષા, શીજાનની સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ પંદર દિવસ પહેલા બ્રેકઅપ થઈ ગયું હતું, તેથી તેના કારણે ટેન્શનમાં હોવાનું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે. સમગ્ર કેસની સૌથી મોટી વાત એ છે કે પોલીસે આ કેસમાં લવ-જેહાદના એંગલને પણ ફગાવી દીધો છ. એટલું જ નહીં, તુનીષાને બ્લેકમેલ કરતો હોવાની પણ કોઈ બાબત જાણવા મળી નથી. તુનીષાએ શનિવારે અલીબાબાઃ દાસ્તાન એ કાબૂલના સેટ પર શીઝાનના મેક-અપ રુમમાં આત્મહત્યા કરી હતી. પોલીસે તુનીષાની માતાની ફરિયાદ પછી કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેના એક્સ-બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની અમે આઈપીસી 306 અંતર્ગત ધરપકડ કરી છે તથા તેનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. અમે સાત દિવસની કસ્ટડી માગી છે, પરંતુ ચાર દિવસની મળી છે, એમ પોલીસે જણાવ્યું હતું.