ડાયાબિટીસથી પાચન: પીપરીમૂળ તમારા આહારમાં જરૂરી સુપરફૂડ છે

ઇન્ટરવલ

પ્રાસંગિક -અનંત મામતોરા

મસાલા ભારતીય રાંધણકળાનો એક અભિન્ન ભાગ છે. તેનું કારણ કે તે ન માત્ર કોઈ પણ વાનગીનો સ્વાદ વધારે છે, પણ તેના સ્વાસ્થ્યને લગતા લાભો પણ છે. તેમનામાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો છે જે ખોરાક સડવાની પ્રક્રિયાને ધીમી કરે છે અને તે વિવિધ પ્રકારની બીમારીઓ અને રોગોને મટાડવા અને અટકાવવા માટે જાણીતા છે.
આ ફાયદાકારક મસાલાઓમાં પીપળી (પીપરીમૂળ) અથવા લાંબાં મરી છે, જેણે તાજેતરનાં વર્ષોમાં ભારતીય સ્વાદમાં પુનરાગમન કર્યું છે. ઈતિહાસકાર કે. ટી. આચાર્યએ જણાવ્યું હતું કે ભારતમાં નોંધાયેલા સૌથી પહેલા મસાલાઓમાં પીપરીમૂળનો સમાવેશ થાય છે અને લગભગ ૪,૦૦૦ વર્ષ પહેલાં દેશના દક્ષિણ પ્રદેશોમાંથી તેની નિકાસ કરવામાં આવતી હતી. વાસ્તવમાં, ઉપખંડમાં મરચાંની લોકપ્રિયતાના ઘણા સમય પહેલાં તેનો ઉપયોગ ખોરાકમાં ગરમી ઉમેરવા માટે થતો હતો.
‘સુશ્રૂત સાત પ્રકારનાં રાંધેલાં માંસનું વર્ણન કરે છે. આચાર્યએ લખ્યું છે, ‘જે કાં તો લાંબાં મરી (પીપળી), ગોળ મરી (મરીચા) અને આદું સાથે મસાલેદાર અથવા ગોળ અને ઘી સાથે મધુર બનાવી શકાય છે.’ કાકોરી અને ગલૂટી કબાબ સહિત અવધી રાંધણકળામાં પણ પીપરીમૂળનો સામાન્ય ઉપયોગ જોવા મળે છે. આયુર્વેદિક દવામાં પણ તેનો વ્યાપક ઉપયોગ થતો હતો.
આમ તો તે મરીના પરિવાર સાથે સંબંધ ધરાવે છે, પણ – Piperaceae- પીપરીમૂળ આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ તે ગોળાકાર અને નાનાં કાળાં મરી કરતાં ખૂબ જ અલગ દેખાય છે. તે એક ચડતો બારમાસી છોડ છે જે લાંબા અને પાતળા નળાકાર જેવાં ફળો ધરાવે છે જે ઘણા ફાયદાકારક કુદરતી સંયોજનોથી ભરપૂર છે.
ભારત-મલયા પ્રદેશના કુળના પીપરીમૂળ, ભારતના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં તેમ જ ઉત્તરપૂર્વીય પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તમિળનાડુમાં ઊગે છે.
આ અનોખો મસાલો પીડાનાશક તરીકે અને એલ્કલોઇડ્સ અને બીટા સિટોસ્ટેરોલની સમૃદ્ધ સામગ્રી માટે જાણીતો છે. તે જરૂરી પોષક તત્ત્વો અને સંયોજનોની લાંબી સૂચિ ધરાવે છે, જેમ કે ગ્લાયકોસાઇડ્સ, યુજેનોલ્સ, ટેર્પેનોઇડ્સ, રેઝિન, ખાંડ, સંતૃપ્ત ચરબી, આવશ્યક તેલ અને અસ્થિર તેલ, સાથે સાથે કેટલાક સક્રિય ઘટકો જેવા કે પાઇપરિન, પાઇપરલેટિન, પાઇપરલોંગ્યુમિન, માયરસિન, ટ્રાયકોન્ટેન, ક્વેર્સેટિન અને સિલ્વેટાઇન ઘણાં પ્રાચીન શાસ્ત્રો અને વૈદિક ગ્રંથો તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ કરે છે, ત્યારે આધુનિક સમયના ઢગલાબંધ અભ્યાસો મસાલાની મહત્તા દર્શાવે છે.
બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
પીપરીમૂળ હાઈ બ્લડ ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા માટે જાણીતું છે. ઉંદરો પર હાથ ધરાયેલા અભ્યાસ મુજબ એવું જોવામાં આવ્યું હતું કે ડાયાબિટિક ઉંદરોમાં પીપરીમૂળના અર્કના ઉપયોગથી તેમના લોહીમાં શર્કરાના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આયુર્વેદમાં પણ, પીપળીનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓની સારવારમાં એક ઘટક તરીકે થાય છે.
પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે
પીપરીમૂળમાં ઉત્તમ પાચન ગુણો પણ હોય છે. તેમાં એન્ટિ-ફ્લેટ્યુલન્ટ અથવા કાર્મિનેટિવ ગુણધર્મો છે જે પેટમાં ગેસની રચનાને ઘટાડવા અથવા રોકવામાં મદદ કરે છે. તે અતિશય એસિડની રચનાને રોકવામાં પણ મદદ કરે છે, જે બદલામાં અલ્સર જેવી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે. તેમાં રેચક ગુણધર્મો છે જે કબજિયાત અટકાવી શકે છે.
———
શ્ર્વસન સંબંધી સમસ્યાઓ મટાડવામાં મદદ કરે છે
શ્ર્વસનને લગતી સમસ્યાઓની સારવારમાં મદદ કરવાની પીપરીમૂળની ક્ષમતા વિશે ખૂબ ચર્ચા કરવામાં આવે છે. તે ઉધરસ, શરદી અને કફ જમાવમાંથી રાહત આપવા તેમ જ શ્ર્વસન માર્ગમાંથી કફને સાફ કરવામાં તેની અસરકારકતા માટે જાણીતું છે. તે તેના અમ્લપિત્ત વિરોધી ગુણધર્મોને કારણે અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી અન્ય શ્ર્વસન સંબંધિત સ્થિતિઓ સામે પણ અસરકારક રીતે કામ કરે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
પાઇપરિનની હાજરી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને થર્મોજેનિક ગુણધર્મો છે જે ચયાપચયને સુધારવામાં મદદ કરે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ઉપરાંત, તે શરીરમાં ચરબીની રચના સામે લડવામાં મદદ કરી શકે છે.
હતાશા વિરોધી ગુણધર્મો
એક અધ્યયન મુજબ, પીપરીમૂળમાં રહેલ પીપરીનમાં પણ એન્ટિડિપ્રેશન્ટ ગુણ હોય છે અને તેથી મસાલાને એન્ટિડિપ્રેશન્ટ એજન્ટ માનવામાં આવે છે. કેટલાક આયુર્વેદિક અભ્યાસો પણ જણાવે છે કે પીપરીમૂળ માસિકની ખેંચ સામે લડવામાં મદદ કરે છે અને ભારે માસિક પ્રવાહને નિયંત્રિત કરે છે. તે યકૃતના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે અને તેમાં સારા એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.