અભિનેત્રી દિયા મિર્ઝાની ભત્રીજી તાન્યાનું માર્ગ અકસ્માતમાં મોત

ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાના ઘરે શોકનો માહોલ છવાઇ ગયો છે. દિયાની ભત્રીજી તાન્યા કાકડેનું હૈદરાબાદમાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. આ માહિતી દિયાએ શેર કરી છે. સોમવારે સવારે, તાન્યા તેના કેટલાક મિત્રો સાથે હૈદરાબાદના રાજીવ ગાંધી એરપોર્ટથી ઘરે જઈ રહી હતી, ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો.
દિયા તેની ભત્રીજીના મૃત્યુથી ખૂબ જ દુઃખી થઇ ગઇ છે. દિયા મિર્ઝા તેની ભત્રીજી તાન્યાની ખૂબ જ નજીક હતી. તાન્યા દિયાને પોતાની પ્રેરણા માનતી હતી. તાન્યાના અકાળે મૃત્યુએ દિયાને હચમચાવી નાખી છે. દિયાએ ઈન્સ્ટાગ્રામ પર તાન્યાનો ફોટો શેર કરીને ખૂબ જ ઈમોશનલ અને હાર્ટ ટચિંગ નોટ લખી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા દિયા મિર્ઝાએ કેપ્શનમાં લખ્યું- મારી ભત્રીજી.. માય બેબી.. માય ડાર્લિંગ.. તું હવે આ દુનિયામાં નથી. તું જ્યાં પણ હો, તને શાંતિ અને પ્રેમ મળે… તું હંમેશા અમારા હૃદયમાં રહેશે. ઓમ શાંતિ.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial)

“>
દિયા મિર્ઝાની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પછી, ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક તેની ભત્રીજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુનીલ શેટ્ટી, રિદ્ધિમા કપૂર સાહની, ગૌહર ખાન, ગૌરવ કપૂર, એશા ગુપ્તા, સિદ્ધાંત ચતુર્વેદી સહિત ઘણા કલાકારોએ તાન્યાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, તાન્યા તેના ત્રણ મિત્રો સાથે હૈદરાબાદ એરપોર્ટથી ઘરે જઈ રહી હતી. આ દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દરમિયાન તેના ત્રણેય મિત્રોને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ તાન્યાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એરપોર્ટ પોલીસે તાત્કાલિક ત્રણેય મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે તાન્યાના મૃતદેહને ઉસ્માનિયા હોસ્પિટલમાં લઈ જઈ તેના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.