Homeદેશ વિદેશધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને 'Y' કેટેગરીની આપી સુરક્ષાઃ કેન્દ્ર સરકારની મંજૂરી

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ‘Y’ કેટેગરીની આપી સુરક્ષાઃ કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ જાણીતા કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારવામાં આવી છે. તેમને ‘વાય‘ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે અને તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી વાય સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા માટે પોલીસની સાથે આઠ જવાન સામેલ છે.

બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને થોડા મહિના પહેલા તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના શખસે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કરીને કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો. આ કોલ પછી પોલીસે એફઆઈઆર નોંધાવ્યો હતો.

આ સિવાય સમાજવાદી પાર્ટી (સપા)ના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ પણ બાગેશ્વર બાબાને આતંકવાદી કહ્યા હતા. સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે માખીઓ અને મચ્છરોના અવાજને કારણે વાદળોનો અવાજ બહાર આવી શકતો નથી. ફેક્ટરીઓમાં કીડીઓનો અવાજ એક હોતો નથી, પરંતુ હજારો લોકોનો હોય છે જે આવું બોલશે તો દેશની જનતા તેના પર ધ્યાન આપશે નહીં. જોકે, દેશનું બંધારણ કોઈ બાબાના નિવેદનથી નહીં ચાલે. દેશમાં જે પણ સંતોના વેશમાં છે તે આતંકવાદી છે, એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

સ્વામી પ્રસાદ મૌર્યએ ટ્વિટ કરીને હિંદુ રાષ્ટ્રની માંગ કરવા બદલ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર નિશાન સાધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હિંદુ રાષ્ટ્રની માંગણી કરનારા લોકો રાષ્ટ્રના દુશ્મન અને બંધારણ વિરોધી છે, કારણ કે એક તરફ તેઓ ફરી હિંદુ રાષ્ટ્રની માંગ કરીને દેશના ભાગલા કરવાના બીજ વાવી રહ્યા છે અને બીજી તરફ તેઓ બંધારણનું અપમાન કરી રહ્યા છે. બંધારણ વિરોધી વાતો કરીને દેશની જનતાએ આવા લોકોથી સાવધાન રહેવું પડશે, એવું પણ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -