‘કુંડલી ભાગ્ય’ ફેમ ધીરજ ધૂપર બન્યો પિતા

મેટિની

દિલ ચાહતા હૈ-પાર્થ દવે

ધીરજ ધૂપર હાલ ‘શેરદિલ શેરગિલ’ નામની સિરિયલ અને ડાન્સ રિયાલિટી શૉ ‘ઝલક દિખલા જા’, બેઉ સાથે કરી રહ્યો છે. આ વચ્ચે તેના દીકરા માટે સમય કાઢવો મુશ્કેલ થઈ રહ્યો છે. મુંબઈ સમાચાર સાથે તે વિશે વાત કરે છે…
એક જાણીતી ટીવી ચેનલની સિરિયલ ‘કુંડલી ભાગ્ય’માં કરણ લુથરાનું પાત્ર ભજવીને જાણીતો થયેલો અભિનેતા ધીરજ ધૂપર અત્યારે એક ચેનલના નવા શૉ ‘શેરદિલ શેરગીલ’માં સુરભી ચંદના સાથે જોવા મળી રહ્યો છે. કરણ લુથરાના પાત્રને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. મુંબઈ સમાચાર સાથે વાત કરતા ધીરજ ધૂપરે કહ્યું હતું કે, ‘હું આજે જે કંઈ પણ છું તે કુંડલી ભાગ્ય’ના કારણે છું. તે માટે એકતા કપૂરનો આભાર માનીશ. દર્શકોને તે પાત્ર ખૂબ જ પસંદ પડ્યું છે. અને બાલાજી ટેલીફિલ્મ્સ મારા માટે બીજા ઘર જેવું છે. એકતા જ્યારે પણ કહેશે ત્યારે ફરી પાછો ત્યાં જવા હું તૈયાર છું!’
ધીરજ ધૂપર અત્યારે ડાન્સ રિયાલિટી શૉ ‘ઝલક દિખલા જા’ની સિઝન ૧૦માં પણ જોવા મળી રહ્યો છે. તેની કોરિયોગ્રાફર સ્નેહા સિંહ છે. ઉલ્લેખનિય છે કે, આ શૉના જજ તરીકે માધુરી દીક્ષિત છે.
ધીરજ ધૂપરે કહ્યું કે, ‘મારી જનરેશનના તમામ લોકો હજુ પણ માધુરી દીક્ષિતજીના પ્રેમમાં છે. તેમને કામ કરતા ખૂબ જ જોયા છે. તેમની સામે ‘ઝલક દિખલા જા’ના
સ્ટેજ પર પરફોર્મ કરવું તે સપના જેવું છે. તેમની કમેન્ટ્સથી પણ અમને ઘણું શીખવા મળે છે.’
ધીરજ ધૂપરને ઇન્ડસ્ટ્રીમાં ૧૪ વર્ષ થયા છે. તે તાજેતરમાં જ પિતા બન્યો છે. તે કહે છે, ‘મારો પ્રયત્ન એ જ રહ્યો છે કે, મારા ચાહકોની અપેક્ષા ઉપર ખરો ઊતરું. હું જે પણ શો કે રિયાલિટી શૉ કરું, તેમાં ઑનેસ્ટ રહેવાનું અને પૂરી મહેનત કરવાનો પ્રયત્ન કરું છું.’
પિતા બનવા અંગે ધીરજ ધૂપરે કહ્યું કે, ‘હું બને તેટલો મારા દીકરા સાથે રહેવાનો પ્રયત્ન કરું છું. જોકે, શેરદિલ શેરગિલ અને ઝલક દિખલા જાના રિહર્સલ વચ્ચે સમય કાઢવો મુશ્કેલ બને છે. હું ઈચ્છું કે મારી પાસે દિવસના ૫૦ કલાક હોય! ક્યારેય મને પોતાના પર ગિલ્ટી ફિલ પણ થાય કે હું પૂરતો સમય નથી આપી શકતો.’
——————-
ફિલ્મ ક્રિટિક્સને આર. બાલ્કી કહે છે, ‘ચુપ’!
આજકાલ રેટિંગ કે સ્ટાર્સ તો દરેક જગ્યાએ આપવામાં આવે છે. એ ચાહે કાર કંપની હોય કે ફૂડ ડિલિવર કરતી ઍપ. સ્ટાર્સ ‘માગવા’મા પણ આવે છે. વેચવામાં પણ આવે છે. ફિલ્મને રેટિંગ આપવાની પ્રથા છે. સમીક્ષકો ફિલ્મ મૂલવીને તેને સ્ટાર આપે છે.
ચીની કમ, પા અને શમિતાભના ડિરેક્ટર આર. બાલ્કી આ સમીક્ષકોને કહે છે, ‘ચુપ’. સની દેઓલ-સલમાન દુલકર-પૂજા ભટ્ટ અને શ્રેયા ધન્વંતરી સ્ટારર ‘ચુપ’માં ફિલ્મોને ઓછા સ્ટાર આપતા ક્રિટિક્સને મારતા ખૂની વાત છે. જેને પોલિસ ઇન્સ્પેક્ટર (સની દેઓલ) શોધી રહ્યો છે. ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં લેજન્ડરી ગુરુ દત્તની ફિલ્મોના ગીત વાગે છે. ‘પ્યાસા’ની ટ્યુન સંભળાય છે. વચ્ચે વચ્ચેના દૃશ્યો પણ દેખાય છે. ‘કાગઝ કે ફૂલ’ને ક્રિટિક્સે વખોડી ત્યાર બાદ ગુરુ દત્તને ડિપ્રેશન આવ્યું હતું તે ઘટના આ ફિલ્મ યાદ કરે છે. ફિલ્મનો વિષય પહેલાથી જ આકર્ષક લાગતો હતો. ટ્રેલર પણ મજબૂત બન્યું છે. એક ડાયલોગ સંભળાય છે, ‘ફિલ્મ એ ડિરેક્ટરનું બેબી છે. કોઈના બાળકનું તમે રેપ કેમ કરી
શકો છો?’
અત્યારે દુલકર સલમાન સ્ટારર ‘સીતા રામમ’ હિન્દી ડબ્ડ થિયેટરમાં ચાલી રહી છે અને બાકીની ભાષામાં ઓટીટી પ્લેટફોર્મ પર આજે રિલીઝ થઈ છે. ત્યારે તેની આ બીજી નોંધનીય ફિલ્મ આવી રહી છે. ફિલ્મની ટેગલાઇન ‘રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ’ છે. આર. બાલ્કીએ એક જગ્યાએ કહ્યું કે, આપણે દરેક વસ્તુને ક્રિટિસાઇઝ કરી રહ્યા છીએ ત્યારે સેન્સીટીવીટીની વાત ચૂપ કરે છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મના સહલેખક જાણીતા ક્રિટિક રાજા સેન છે!


પ્રમોશન્સનાં ગતકડાં બૉલીવૂડને કેટલાં કામ આવશે?

તમિળ ફિલ્મની રિમેક ‘વિક્રમ વેધા’નું ટ્રેલર ડિજિટલી રિલીઝના એક દિવસ પહેલા મીડિયાકર્મીઓ તથા મર્યાદિત ચાહકોને ખાત બતાવવામાં આવ્યું.
જેની નાવ અત્યારે હાલકડોલક થઈ રહી છે તેવા બૉલીવૂડની ફિલ્મોના પ્રમોશન જોરશોરથી થઈ રહ્યા છે. ‘બ્રહ્માસ્ત્ર’ માટે આખી શહેરો ફરી રહી છે. દક્ષિણ ભારતના જૂનિયર એનટીઆર અને રાજામૌલી તેમાં ભાગ લઈ, ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે. તેવી જ રીતે ૩૦મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી ‘વિક્રમ વેધા’ ફિલ્મનું ટ્રેલર પરમદિવસે (૭મી તારીખે) ખાસ મીડિયાકર્મીઓને તથા ફેન્સ લોકોને દર્શાવવામાં આવ્યું. તેમના રિયેક્શન અને પ્રતિભાવ કલાકારો ખુદ સોશિયલ મીડિયા પર શેર કરશે તેવું કહેવામાં આવ્યું.
આ ફિલ્મના ટ્રેલરનું સ્પેશિયલ સ્ક્રીનિંગ મુંબઈ, હૈદરાબાદ, પુણે, જયપુર, બેંગ્લુરુ, દિલ્હી, કોલકતા અને અમદાવાદમાં કરવામાં આવ્યું.
ટ્રેલર બેશક ઇમ્પેક્ટફૂલ છે. તેનું કારણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જે ઑરિજિનલ તમિળ ફિલ્મમાં હતું. બીજું કારણ ફિલ્મની ટ્રિટમેન્ટ છે, જે પણ મૂળના ફિલ્મના લેખક-ડિરેક્ટરને આભારી છે. બાકી, વેધા તરીકે હૃતિક રોશનને સેટ થતા થોડી વાર લાગે છે. તેના બિહારી ઉચ્ચાર તેની પર્સનાલિટીને સ્યુટ નથી કરતા, પણ કદાચ ફિલ્મમાં થોડી વાર બાદ ગમવા મંડે તેવું બની શકે.
‘સુપર ૩૦’માં તેના પાત્રને લઈને એ જ ડાઉટ હતો, પણ તેણે સરસ એફર્ટ અને કામ કર્યું હતું. સૈફ અલી ખાન પોલિસ ઑફિસરના રોલમાં સ્યૂટ થાય છે. બંને વચ્ચેની ચેઝ ટ્રેલરમાં સ-રસ ઝિલાઈ છે. બીજી એક મજેની વાત એ છે કે, વિઝ્યુઅલી બ્રિલિયન્ટ બનેલી તેલુગુ ‘સીતા રામમ’ ફિલ્મના સિનેમેટોગ્રાફર પી. એસ. વિનોદ જ ‘વિક્રમ વેધા’ના સિનેમેટોગ્રાફર છે.
હિન્દી ફિલ્મોની પ્રેસ કોન્ફરન્સમાં મોટાભાગે અભિનેતાઓ પાકા કરેલા જવાબો આપતા હોય છે.
પ્રિ-પ્લાન્ડ પ્રમોશન્સ હોય છે, જે ફિલ્મોને હવે ભારતની પબ્લિક નકારી રહી છે. જોઈએ વિક્રમ વેધાના આ
પ્રમોશન્સ તેને કેટલા ફળે છે. માસ અપીલ કરતી આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં કેવી સાબિત થાય છે તે જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.