ધીરજ ધૂપર અને વિન્નિ અરોરા બન્યા માતા-પિતા, આપ્યો પૂત્રને જન્મ

ફિલ્મી ફંડા

ટીવીના ચર્ચિત અભિનેતા ધીરજ ધૂપર અને તેની પત્ની વિન્નિ અરોરા માતા-પિતા બની ગયા છે. વિન્નિએ 10 ઓગસ્તના રોજ તેમના પહેલા બાળકને જન્મ આપ્યો હતો.


સોશિયલ મીડિયા પર અભિનંદની વર્ષા
ધીરજ ધૂપર અને વિન્નિ અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર રૂપમાં શેર કર્યું કે તેમના ઘરે એક પૂત્રને જન્મ થયો છે.આ પોસ્ટર શેર કરતા તેઓને અભિનંદન મળ્યા હતા.આ પોસ્ટર પર તેઓના પરિવાર,મિત્રો અને પ્રશંસકોએ પણ અભિવાદન કર્યું હતું.ધીરજ અને વિન્નિએ પોતાના મેટરનીટી શૂટનો એક ફોટો પણ અપલોડ કર્યો હતો.


‘ઝલક દિખલા જા’ માં દેખાશે ધીરજ ધૂપર
ધીરજ ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ માં કરણ લુથરાના પાત્ર માટે પ્રખ્યાત છે. પરિવારને સમય આપવા માટે થોડા સમય પહેલા તેણે આ શો છોડી દીધો હતો. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ધીરજ કલર્સ ટીવી પર ઝલક દિખલા જા શોમાં જોવા મળશે.ડાંસ શોમાં દર્શકોને તેનો નવો અંદાજ જોવા મળશે.
વિન્નિ અરોરા પણ ટીવીની ખુબજ ચર્ચીત અભિનેત્રી છે.તે ‘કસ્તૂરી’,’શુભ વિવાહ’,’આઠવાં વચન’ અને ‘ઉડાન’ જેવી સીરિયલમાં જોવા મળી છે.તેણે વેબ-સીરીઝ ‘પતિ, પત્ની ઔર વો’ માં પણ કામ કર્યું છે.
2016માં ધીરજ-વિન્નિનાં થયા લગ્ન
ઘીરજ અને વિન્નિએ નવેમ્બર 2016માં લગ્ન કર્યા હતા. તેઓ પેહલી વખત 2009માં ‘માતા પિતા કે ચરણોં મે સ્વર્ગ’ ના સેટ પર મળ્યા અને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો. ધણા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેઓએ 2016માં લગ્ન કર્યા અને 6 વર્ષ બાદ તેમના ધરે પારણું બંધાયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.