ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ફરી એક વાર વિખવાદની સ્થિતિ સામે આવી છે. ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. બાયડ બેઠક પર કોંગ્રેસ પક્ષના વિધાનસભ્ય રહી ચુકેલા ધવલસિંહ ઝાલા વર્ષ 2019માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે આ ચૂંટણીમાં ટીકિટ ન આપતા નારાજ થયેલા ધવલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખીને રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે ભાજપ નેતાગીરી પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે. ધવલસિંહ ઝાલાએ ભાજપના પ્રાથમિક સભ્ય સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું ધર્યું છે. હવે બાયડ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.
નોંધનીય છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધવલસિંહ બાયડ બેઠક પર કોંગ્રેસ પક્ષથી ઉમેદવારી નોંધાવી જીત મેળવી હતી. પરંતુ 2019માં અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ધવલસિંહ ઝાલાએ ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી હતી. પરંતુ કોંગ્રેસના જશુભાઈ પટેલ સામે તેમનો કારમો પરાજય થયો હતો.
હવે જયારે પક્ષ પલટો કરીને પેટા ચૂંટણી હારેલા અલ્પેશ ઠાકોર ભાજપે ટીકીટ આપી ત્યારે ધવલસિંહને બાકાત રખાતા તેઓ નારાજ થયા છે અને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
ફરી પલટી મારી: ધવલસિંહ ઝાલાનું ભાજપમાંથી રાજીનામું, અપક્ષમાં ઉમેદવારી નોંધાવી
RELATED ARTICLES