કોરોનાકાળ બાદ ઓટીટી પ્લેટફોર્મ એ નવા કલાકારો અને બોલીવૂડના એક્ટર્સ માટે એક બેસ્ટ અને મહત્ત્વનું પ્લેટફોર્મ બની જશે પોતાની એક્ટિંગ સ્કિલ્સને લોકો સુધી પહોંચાડવા માટેનું. બી-ટાઉનના અનેક સ્ટાર્સે ઓટીટી પર ડેબ્યુ કર્યું છે અને હવે આ યાદીમાં એક એવું નામ જોડાઈ રહ્યું છે જેના વિશે કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને એ પણ 87 વર્ષની ઉંમરે. તમે તમારા મગજના ઘોડાઓ વધુ દોડાવો એ પહેલાં જણાવી દઈએ કે કોણ છે આ અભિનેતા.
બી-ટાઉનના હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર હવે ઓટીટીની દુનિયામાં પા પા પગલી માંડવા જઈ રહ્યા છે. પોતાના કેરેક્ટર અને દમદાર અભિનયથી ચાહકોના દિલ જિતી લેનારા ધર્મેન્દ્ર ઓટીટી પ્લેટફોર્મ પર પણ પાવરફૂલ અને દમદાર કેરેક્ટરથી ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. ધર્મેન્દ્ર ઝીફાઈવની ઓરિજનલ સિરીઝ તાજ ડિવાઈડેડ બાય બ્લડમાં કામ કરતાં જોવા મળશે. આ સિરીઝ એક પીરિયડ ડ્રામ છે જેમાં મોઘલ સામ્રાજ્ય સાથે સંકળાયેલી વસ્તુઓ અને ઘટનાઓને દેખાડવામાં આવશે.
ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર આ સિરીઝ માટેના પોતાના બે અલગ-અલગ લૂક જાહેર કર્યા છે. પહેલાં લૂકમાં તેમણ લાલ રંગનો સૂફી સંતનું કોસ્ચ્યુમ પહેર્યો છે અને વધારેલી દાઢીમાં એક્ટરનો લૂક એકદમ હટકે છે. તેમણે સોશિયલ મીડિયા પર શેયર કરેલાં ફોટોની કેપ્શનમાં લખ્યું છે કે મિત્રો હૂં તાજમાં શેખ સલીમ ચિશ્તીના રોલમાં તમારું મનોરંજન કરવા આવી રહ્યો છું. આમાં મારો નાનો પણ ખૂબ જ મહત્ત્વો રોલ છે. તમારી શુભેચ્છાઓની જરૂર છે.
આ સિરીઝમાં ધર્મેન્દ્રની સાથે જ નસીરુદ્દિન શાહ પણ અકબર બાદશાહના રોલમાં જોવા મળશે. આ સિરીઝનું નિર્દેશન રોનાલ્ડ સ્કેલ્પેલો કરી રહ્યા છે અને તેની સ્ટોરી સાઈમન ફેટાજોએ લખી છે. હાલમાં જ એક ઈવેન્ટ પણ યોજાઈ હતી તેમાં તાજ ડિવાઈડેડ બાય બ્લડની આખી સ્ટાર કાસ્ટ હાજર હતી.