Homeઉત્સવધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઔર રહેગા - ભાગ-૧-૨

ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઔર રહેગા – ભાગ-૧-૨

લેખક: મુકેશ પંડ્યા.

બે ભાગના સેટનું મૂલ્ય રૂા. ૪૦૦
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ- ૪૦૦૦૦૨.
ફોન નં.૯૯૬૭૪ ૫૪૪૪૫.
આ બે લોકપ્રિય પુસ્તકોની સાતમી આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. આપણા તહેવારો, રીતરિવાજો, વ્રતો અને સંસ્કૃતિમાં રહેલા વિજ્ઞાનને સરળ રીતે સમજાવતા આ પુસ્તકથી નવી પેઢીને ઘણા પ્રશ્ર્નોનો જવાબ અને સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે જીવન જીવવાથી અને તહેવારો ઉજવવાથી તન અને મનનું સ્વાસ્થ્ય જળવાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સમગ્ર જીવન દરમ્યાન બીમારીઓ સામે લડવાનો ખર્ચ નહીંવત આવે છે. કોરોના કે તેના કરતાં પણ ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ મળી રહે છે. પર્યાવરણની રક્ષા પણ થાય છે. ધર્મ અંગેની ખોટી માન્યતા કે અંધશ્રદ્ધા દૂર થાય છે. પ્રથમ ભાગમાં કુલ ૪૮ પ્રકરણો છે જેમાં આપણાં તહેવારો, ઉપવાસ, શ્રાદ્ધનું વિજ્ઞાન, સૂર્ય નમસ્કાર, તુલસી, શ્રીફળ, પૂજાપાઠ, ધર્મગ્રંથો કે વિજ્ઞાન ગ્રંથો, પીપળાનું વિજ્ઞાન, યજ્ઞ જેવા વિષયો છે. આ પુસ્તકનો તમામ ભાષાઓમાં અનુવાદ થવો જોઈએ. એવો અભિપ્રાય ડો. રવીન્દ્ર ઉપાધ્યાયે લખી આપેલ છે. પ્રખ્યાત પત્રકાર ભારતેન્દ્ર શુકલ લખે છે: આપણાં વ્રતો, તહેવારો કે ક્રિયાકાંડમાં રહેલા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને રસિક શૈલીમાં આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પુસ્તકને શુભેચ્છા પાઠવી છે. ધાર્મિક રીત-રિવાજો, વ્રતો, તહેવારો, વિધિઓને અંધશ્રદ્ધા કહી નકારનારાઓને ફરી વિચારવાની પ્રેરણા આપે તેવું આ પુસ્તક છે. ગુજરાતી ભાષામાં બહુ ઓછા પુસ્તકો છે જેની સાતમી આવૃત્તિ પ્રગટ થતી હોય. દરેક ગુજરાતીઓએ આ પુસ્તકો વસાવવા જ જોઈએ અને પ્રચાર કરવા ભેટ આપવા લાયક આ પુસ્તકો છે. માત્ર ગણતરીની નકલો છાપવામાં આવી છે.
———-
હિંદુ ધર્મનું હાર્દ
લેખક: સુધા પરજિયા. પ્રસ્તાવના: સોનલ પરીખ
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ- ૪૦૦૦૦૨. ફોન નં. ૯૯૬૭૪ ૫૪૪૪૫.
મૂલ્ય રૂા. ૩૫૦ (કુરિયર ચાર્જ રૂા. ૫૦)
આ સુંદર ગ્રંથમાં આપણા તમામ ધર્મગ્રંથો રામાયણ, ગીતા, ઉપનિષદો પુરાણોનો સાર રજૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત કુંડલિની શક્તિ, કર્મનો સિદ્ધાંત, ધર્મ અને વિજ્ઞાન, ગાયત્રી મંત્રનો પ્રભાવ, આપણા તહેવારો, પુનર્જન્મ જેવા વિષયો વિષે બાળકોના મનમાં જે સવાલો હોય છે તે તમામ સવાલોના પ્રશ્ર્નોત્તરી રૂપે જવાબો રજૂ કરવામાં આવ્યા છે. આજે જ્યારે અંગ્રેજી માધ્યમમાં ભણી રહેલાં બાળકોને આપણી સંસ્કૃતિ અને ધર્મગ્રંથો વિષે જાણકારી જ નથી હોતી. તેવા સમયમાં આ પુસ્તક દ્વારા વડીલો અને બાળકોને આપણા ધર્મગ્રંથો અને સંસ્કૃતિ વિષે વિસ્તૃત માહિતી આપતું આ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. આપણો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો રજૂ કરતું આ એક અનોખું પુસ્તક છે.
———
વાસ્તુરચના
લેખક: ડૉ. ધર્મેશ મહેતા.
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ- ૪૦૦૦૦૨. ફોન નં. ૯૯૬૭૪ ૫૪૪૪૫.
મૂલ્ય રૂ. ૨૫૦.
વાસ્તુશાસ્ત્રના વિશેષજ્ઞો તેમ જ સામાન્ય વાંચકોને વાસ્તુશાસ્ત્રની સાચી જાણકારી આ પુસ્તકમાંથી જરૂરી મળી રહેશે. તમારા પ્લોટ, ઘરનું પ્રવેશદ્વાર, પૂજાઘર, શયનકક્ષ, રસોઈગૃહ, ડાઈનિંગ રૂમ, તિજોરી, સ્ટડીરૂમ, સ્ટોરરૂમ, સ્નાનાગૃહ, વિવિધ દુકાનો, ગેરેજ, હોટલ, પેટ્રોલ પંપ, ઓફિસના
વાસ્તુ વિષેની વિગતવાર માહિતી આ પુસ્તકમાં છે. વાસ્તુશાસ્ત્રના
૨૦ વર્ષનો અભ્યાસ કર્યા બાદ આ પુસ્તકની રચના વાસ્તુવિશારદ, જ્યોતિષચાર્ય ડૉ. ધર્મેશ મહેતાએ કરી છે. અનેક ચિત્રો સાથે પ્રકાશિત થયેલા આ લોકપ્રિય પુસ્તકની ૩જી આવૃત્તિ છે. વાસ્તુશાસ્ત્રના નિયમો સંપૂર્ણપણે અપનાવવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે એ હકીકત છે. વાચકો, જિજ્ઞાસુઓ અને વાસ્તુવિદ્યાના નિષ્ણાતો માટેનું ખૂબ જ ઉપયોગી પ્રકાશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular