મુંબઈઃ દહેજ માટે મુંબઈમાં ધારાવીમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને આ પ્રકરણે મુંબઈ પોલીસે કન્હૈયાલાલ સરોજ નામના આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં મૃતક મહિલાના સાસુ સસરા સામે પણ ગુન નોંધવામાં આવ્યો હોઈ તેમની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીએ ચાલાકીથી હત્યાને આત્મહત્યા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને તપાસના અંતે મહિલાએ આત્મહત્યા નહીં પણ તેની હત્યા કરવામાં આવી હોવાનું શોધી કાઢ્યું હતું.
ધારાવી ખાતે શતાબ્દી નગરમાં રહેતી રોશનીકુમા સરોજ નામની પરિણીત મહિલાએ આત્મહત્યા કરી હોવાની માહિતી મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને શનિવારે મળી હતી. આ માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે રોશનીકુમારને સાયન ખાતે આવેલી લોકમાન્ય ટિળક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
દરમિયાન રોશનીકુમારના પિતા સુરેશ કુમાર સરોજની ફરિયાદ પરથી ધારાવી પોલીસે રોશનીના પતિ કન્હૈયાલાલ સરોજ સામે હત્યાનો ગુનો નોઁધ્યો હતો. સુરેશે દહેજ માટે રોશનીના સાસરિયાઓ તેને શારિરીક અને માનસિક યાતનાઓ આપી રહ્યા હતા એવી ફરિયાદ પણ નોંધાવી હતી. મહિલાના સાસુ-સસરા સામે પણ ગુનો નોંધીને તેમની શોધ કરાઈ રહી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રોશનીની ગળું દાબીને હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેણે ગળે ફાંસો લગાવી લીધો હોવાનો દેખાવ કરવામાં આવ્યો હતો.
ધારાવીમાં પતિએ આ કારણસર કરી પત્નીની હત્યા
RELATED ARTICLES