તો કોટ ઉતારીને નિરજ ચોપડાએ જોરદાર નાચ્યો…
મુંબઈઃ અહીંની સ્પોર્ટસ ઓનર્સ એવોર્ડ ઈવેન્ટમાં અનુષ્કા અને વિરાટ કોહલી કપલની સાથે જાણીતા ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપરા જોરદાર મોજ કરી હતી. અહીંના કાર્યક્રમમાં ઉપસ્થિત વિરુષ્કા (વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા)ની જોડીએ કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા હતા અને તેમના ફોટોગ્રાફ અને વીડિયોને વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. અનુષ્કા શર્મા પર્પલ ઓફ શોલ્ડર આઉટફીટમાં જોવા મળી હતી, જ્યારે વિરાટ કોહલી બ્લેક સૂટમાં સજ્જ હતો.
બોલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈન્ડિયન સ્પોર્ટસ ઓનર્સ 2023માં ભાગ લીધો હતો, જેમાં બંને જણ એકસાથે જોવા મળ્યા હતા. વિરાટ કોહલીની સાથે અન્ય જાણીતા ક્રિકેટર, વીઆઈપી ગેસ્ટની સાથે જાણીતા ખેલાડી નીરજ ચોપરા પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીંની ઈવેન્ટના ફોટોગ્રાફ કોહલીએ શેર કરતા કલાકોમાં વાઈરલ થયા હતા અને લાખો લોકોએ તેને લાઈક કરી હતી. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ શેર કરતા લખ્યું હતું કે વોટ એ ગ્રેટ ઈવેન્ટ લાસ્ટ નાઈટ. મજાની વાત એ છે કે કોહલીએ હેર સ્ટાઈલ પણ ચેન્જ કરી છે તેનો પણ વીડિયો જોરદાર વાઈરલ થયો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બંને જણ પ્રગતિના પંથે છે, જેમાં વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન નોંધાવ્યું હતું. એ જ રીતે અનુષ્કા શર્મા પણ તેની આગામી ફિલ્મ ‘ચકડા’માં જોવા મળશે, જે જાણીતા ક્રિકેટરની બાયોપિક છે.
સૂત્રોએ કહ્યું હતું કે લાંબા સમયગાળાથી બંને કપલ એકસાથે જોવા મળે છે, જેમાં અગાઉ પણ ઉત્તરાખંડમાં આશ્રમમાં જઈને સાથે પૂજા કરી હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર જોવા મળેલી આ જોડીને યૂઝર્સે તેમના પર પ્રશંસાના ફૂલ વરસાવ્યા હતા. એક યૂઝરે લખ્યું હતું કે શાનદાર લાગી રહી છે અનુષ્કા. દરમિયાન અન્ય વાઈરલ વીડિયોમાં ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડા રિલેક્સ મૂડમાં જોવા મળ્યો હતો. અહીંના એવોર્ડ ફંક્શનમાં નીરજ ચોપડાએ શૂટ કાઢીને પંજાબી ગીત પર જોરદાર નાચ્યો હતો અને વીડિયો વાઈરલ થયા બાદ યૂઝર્સે તેની પ્રશંસા કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram