DGCA એ AirAsiaને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. DGCA નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, એર એશિયાની પાઇલટ ટ્રેનીંગમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જાણવા મળ્યું ગાતું. DGCA એ એરએશિયાના આઠ તપાસકર્તાઓને ફરજમાં બેદરકારી બદલ 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
તપાસ દરમિયાન DGCAને જાણવા મળ્યું કે એરએશિયા પાઇલટ ટ્રેનીંગમાં કેટલીક જરૂરી સૂચનાઓનું પાલન કરી રહી નથી. ત્યારબાદ એરલાઈનના ટ્રેનિંગ હેડને ત્રણ મહિના માટે તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એરએશિયાના મેનેજર, ટ્રેનિંગ હેડ અને અન્ય સંબંધિત અધિકારીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે, તેમને DGCA નિયમોનો અમલ ન કરવા માટેના કારણો આપવા જણાવ્યું છે. સંબંધિત અધિકારીઓના જવાબ પછી જ DGCA વધુ કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
CAR ના નિયમ મુજબ, એર ઓપરેટરને દરેક પ્રકારના એરોપ્લેન પર સામાન્ય, અસામાન્ય અને કટોકટીના સમયમાં સક્ષમતા બનવવા પાઇલટને સ્પેશિયલ PPC અને IRમાંથી પસાર કરી તેની ખાતરી કરવી પડે છે. જેનું પાલન AirAsia કરતી ના હોવાનું જાણવા મળ્યું હતું