DGCA Action: SpiceJet પર મોટી કાર્યવાહી, 50 ટકા જેટલી ફ્લાઈટ્સ આઠ અઠવાડિયા સુધી બંધ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

DGCA દ્વારા સ્પાઈસજેટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સ્પાઈસજેટની ફ્લાઈટ્સમાં આવી રહેલી ટેક્નિકલ ખામીઓને કારણે આશરે 50 ટકા જેટલી ફ્લાઈટ્સ પર આઠ અઠવાડિયા સુધી રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. DGCAએ તેના આદેશમાં જણાવ્યું હતું કે, સ્પાઈસજેટ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર હવાઈ પરિવહન સેવા સ્થાપિત કરવામાં અસમર્થ રહી છે.
નોંધનીય છે કે 12 જુલાઈના દિવસે સ્પાઈસજેટની દુબઈ-મદુરાઈ ફ્લાઈટના પૈડામાં ખામી સર્જાતા ટેકઓફ વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા પણ બનેલી ઘટનાઓને કારણે સ્પાઈસજેટ પર સવાલ ઉઠ્યા હતાં. છ જુલાઈના રોજ ડીજીસીએ દ્વારા ટેક્નિકલ ખામીને કારણે બનેલી આઠ દુર્ઘટનાઓના કારણ જણાવવાની નોટિસ ફટકારી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.