સૌરાષ્ટ્રમાં ‘રાણો રાણાની રીતે’ ડાયલોગથી પ્રખ્યાત થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખાવડ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેવાયત ખાવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 325, 506 (2), 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બધા આરોપી ફરાર છે પોલીસે આરોપીઓને પકડવા તાજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ 7 ડિસેમ્બરના રોજ રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારના પુષ્કરધામ ફ્લેટ્સ પાસે દેવાયત ખાવડે અન્ય એક સખ્શ સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. દેવાયત ખાવડે ધોકા અને લોખંડની પાઈપ વડે મયુરસિંહ રાણાને માર મારતા હાથ અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના હાલમાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું છે કે, હુમલા પાછળનું કારણ આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા દેવાયત ખવડના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ દેવાયત ખાવડ પોતાના ઘરે ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રના લોક સાહિત્યકાર દેવાયત ખાવડ પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
RELATED ARTICLES