મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે શુક્રવારે એટલે કે આજે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ મુલાકાત કરી હતી. આ પહેલા ફડણવીસ સિદ્ધિવિનાયક મંદિરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા ગયા હતાં. મહત્ત્વની વાત એ છે કે ફડણવીસે રાજ ઠાકરેના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે એવા સમયે વાતચીત થઈ જ્યારે શિંદે કેબિનેટનું વિસ્તરણ થવાનું છે. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે મહારાષ્ટ્રમાં શિંદે કેબિનેટમાં રાજ ઠાકરેની પાર્ટી પણ સામેલ થશે.
મળતી માહિતી અનુસાર શિંદે કેબિનેટમાં 27 પ્રધાનપદ ભાજપના ખાતામાં રહેશે અને 16 શિંદે જૂથના નેતાઓ પાસે રહેશે. રાજ્યમાં મુખ્ય પ્રધાન સહિત પ્રધાનમંડળમાં વધુમાં વધુ 43 સભ્ય રહેશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં શિંદે સરકારમાં રાજ ઠાકરેના દિકરા અમિત ઠાકરેને પ્રધાન પદ મળે તેવી ચર્ચાએ પણ જોર પડક્યું છે. પાલિકાની ચૂંટણી પણ નજીક આવી રહી હોવાથી મનસે અને ભાજપના નેતાઓની મુલાકાત શિવસેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
मनसे नेते राज ठाकरे जी यांची आज मुंबई येथे त्यांच्या निवासस्थानी सदिच्छा भेट घेऊन प्रकृतीची विचारपूस केली आणि त्यांना लवकर बरे होण्यासाठी शुभेच्छा दिल्या.@RajThackeray #Maharashtra #Mumbai pic.twitter.com/RYkM8suSJm
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 15, 2022
ફડણવીસ અને રાજ ઠાકરેની મુલાકાતને લઈને એનસીપી નેતા અને સાંસદ સુપ્રિયા સુળેએ શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે 105 વિધાનસભ્યોવાળો પક્ષ ધરાવતા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ એક વિધાનસભ્યવાળી પાર્ટી એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેની મુલાકાત કરવા તેમના ધરે પહોંચ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આ શું ચાલી રહ્યું છે તે ખબર નથી પડી રહી.
આ પહેલા અજિત પવારે પણ ટોણો મારતાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસના નામ પાછળ નાયબ મુખ્ય પ્રધાન સાંભળાય એ કાનને ખટકે છે. 105 વિધાનસભ્ય ધરાવતા ભાજપના નેતાને નાયબ મુખ્ય પ્રધાન અને 40 વિધાનસભ્યોના નેતા મુખ્ય પ્રધાન બની ગયા છે.