દેવેન્દ્ર ફડણવીસે દોસ્તી દાખવી! અજિત પવારને આપ્યો દેવગીરી બંગલો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિપક્ષી નેતા અજિત પવારની દોસ્તી ઘણી જાણીતી છે અને મંગળવારે રાજ્યના પ્રધાનોને બંગલાની ફાળવણી કરવામાં આવી તેના પરથી વધુ એક વખત આ દોસ્તી દેખાઈ આવી હતી. સામાન્ય રીતે નાયબ મુખ્ય પ્રધાન અથવા તો સૌથી સિનિયર પ્રધાનને ફાળવવામાં આવતો દેવગીરી બંગલો વિપક્ષી નેતા હોવા છતાં અજિત પવારને જ ફાળવવામાં આવ્યો છે.

આમ અજિત પવાર હવે ૧૬ વર્ષ દેવગીરી બંગલામાં નિવાસ કરી રહ્યા છે. પ્રધાનોને ખાતાની ફાળવણી બાદ ૧૦ દિવસે ૧૮ પ્રધાનોને બંગલાની ફાળવણી કરવામાં આવી છે અને તેમાં ચંદ્રકાંત પાટીલને લોહગઢ અને સુધીર મુનગંટીવારને પર્ણકુટી બંગલો ફાળવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારના બંગલાઓમાં વર્ષા પછી સૌથી ભવ્ય બંગલો દેવગીરી છે અને તેને સામાન્ય રીતે નાયબ મુખ્ય પ્રધાન અથવા તો સૌથી સિનિયર પ્રધાનને ફાળવવામાં આવે છે. અજિત પવાર ૧૯૯૯થી ૨૦૧૪ સુધી નાયબ મુખ્ય પ્રધાન તરીકે આ જ બંગલામાં રહ્યા હતા.

૨૦૧૯માં મહાવિકાસ આઘાડીની સરકાર આવ્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન તરીકે તેમને ફરી આ બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ સત્તા પરિવર્તન બાદ તેમની પાસેથી આ બંગલો છીનવાઈ જવાની શક્યતા ઊભી થઈ હતી.

દેવેન્દ્ર ફડણવીસે સામેથી આ બંગલો અજિત પવાર પાસે જ રાખવામાં આવે એવી વિનંતી કરી હોવાથી ફરી તેમની દોસ્તીના દાખલા આપવામાં આવી રહ્યા છે. ૨૦૧૪માં ફડણવીસની સરકારમાં આ બંગલો સુધીર મુનગંટીવાર પાસે હતો.

પ્રધાન અને બંગલા

 1. રાધાકૃષ્ણ વિખેઃપાટીલ રોયલસ્ટોન
 2. સુધીર મુનગંટીવારઃ પર્ણકુટી
 3. ચંદ્રકાંત પાટીલઃ સિંહગઢ (બી-૧)
 4. વિજયકુમાર ગાવીતઃ ચિત્રકુટ
 5. ગિરીશ મહાજનઃ સેવાસદન
 6. ગુલાબરાવ પાટીલઃ જેતવન
 7. સંજય રાઠોડઃ શિવનેરી
 8. સુરેશ ખાડેઃ જ્ઞાનેશ્ર્વરી
 9. સાંદીપન ભુમરેઃ રત્નસિંધુ (બી-૨)
 10. ઉદય સામંતઃ મુક્તાગિરિ
 11. રવીન્દ્ર ચવાણઃ રાયગઢ (એ-૬)
 12. અબ્દુલ સત્તારઃ પન્હાળગઢ (બી-૭)
 13. દીપક કેસરકરઃ રામટેક
 14. અતુલ સાવેઃ શિવગઢ (એ-૩)
 15. શંભુરાજ દેસાઈઃ પાવનગઢ (બી-૪)
 16. મંગલપ્રભાત લોઢાઃ વિજયદુર્ગ (બી-૫)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.