મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવવાની હલચલ તેજ કરી, ફડણવીસ દિલ્હી જવા રવાના

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના રાજકારણમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે. મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાયેલી છે અને તેની પાછળનું કારણ એકનાથ શિંદે જૂથની બળવાખોરી છે. બીજી બાજુ ભાજપ વેઇટ એન્ડ વોચની પોઝિશનમાં છે, પણ અંદરખાને એવી ચર્ચા થઇ રહી છે કે
ભાજપ બળવાખોર ધારાસભ્યો સાથે મળીને સરકાર બનાવી શકે છે. શિંદે જૂથ અને ભાજપ વચ્ચે સરકાર બનાવવાની શરતો પર વિચાર-વિમર્શ થઇ રહ્યો છે. આ તમામ અટકળો વચ્ચે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સ્પેશિયલ ચાર્ટર્ડ વિમાનમાં મુંબઈથી દિલ્હી જવા માટે રવાના થઇ
ગયા છે. દિલ્હીમાં ફડણવીસ અમિત શાહ સાથે મુલાકાત કરશે. કહેવાય રહ્યું છે કે આ બેઠકમાં એકનાથ શિંદેના સામેલ થવાની પણ સંભાવના છે. કેટલાક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોમાંથી આઠને કેબિનેટ પ્રધાન અને પાંચને મિનિસ્ટર ઓફ સ્ટેટ બનાવવામાં આવી શકે છે. આ સિવાય શિંદેને નાયબ મુખ્યપ્રધાનનું પદ મળી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.