રાજકોટમાં ગત 7 ડિસેમ્બરે થયેલી મારામારી બાદ ફરાર થયેલા ‘રાણો રાણાની રીતે’ ફેમ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતો હજુ પોલીસની પકડની બહાર છે. દેવાયત ખવડ અને તેના સાગરીતોએ નજીવી બાબતમાં થયેલી તકરાર બાદ બિલ્ડર મયુરસિંહ રાણાને માર માર્યો હતો. 10 દિવસ જેટલો સમય વિતાવા છતાં આરોપીઓ ના પકડતા મયૂરસિંહ રાણાના પરિવારે PMOમાં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાને પ્રયાસ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદથી દેવાયત ખવડ ફરાર છે. દેવાયત ખવડ દ્વારા કોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ કરવામાં આવી છે. આગોતરા જામીન ન મળે તે માટે એ ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામુ પણ રજૂ કરવામાં આવ્યું છે. જે સોગંદનામામા દેવાયત ખવડ વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયેલા ત્રણ જેટલા ગુનાઓની માહિતી કોર્ટને આપવામાં આવી છે. આવતીકાલે શનિવારે કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
નવ દિવસ વીતી ગયા હોવા છતાં એક પણ આરોપી પોલીસના હાથે ન લાગતા સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ગઇકાલે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઊમટી પડ્યા હતા અને દેવાયત ખવડને ઝડપથી પકડી પાડવા માગ કરી હતી.
દેવાયત ખવડ કેસ PMO સુધી પહોંચ્યો, એક પણ આરોપી ના પકડાતા ક્ષત્રીય સમાજમાં રોષ
RELATED ARTICLES