Homeઆપણું ગુજરાતઆખરે ‘રાણો’ પકડાયો: નવ દિવસથી ફરાર દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો

આખરે ‘રાણો’ પકડાયો: નવ દિવસથી ફરાર દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો

રાજકોટમાં મારામારી કર્યા બાદ ફરાર થયેલા ‘રાણો રાણાની રીતે’ ફેમ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકાર દેવાયત ખવડ અંતે પોલીસ સમક્ષ હાજર થયા છે. દેવાયત ખવડ અને તેના સાગરીતોએ નજીવી બાબતમાં થયેલી તકરાર બાદ બિલ્ડર મયુરસિંહ રાણાને માર માર્યો હતો. ઘટનાના બાદ 9 દિવસથી ફરાર દેવાયતને પોલીસ શોધી રહી હતી. મયૂરસિંહ રાણાના પરિવારે પોલીસની ઢીલી કામગીરી અંગે PMOમાં લેખિત ફરિયાદ કરી હતી ત્યારે આજે દેવાયત ખવડ રાજકોટ DCP ક્રાઇમ સમક્ષ હાજર થયો હતો. એ ડિવિઝન પોલીસ તેમનો કબ્જો લેવા પહોંચી ગઈ હતી.
પોલીસ સમક્ષ હાજર થયા બાદ દેવાયત ખવડે નિવેદન આપવાનું ટાળતા કહ્યું હતું કે, સમય આવશે ત્યારે જવાબ આપીશ.
મયૂરસિંહના પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દેવાયતના ગુજરાતના અનેક પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે ગાઢ સંબંધ છે, એટલે કોઈ ને કોઈ પડદા પાછળ તેને સાથ આપી રહ્યું છે. દેવાયત શેરીમાં આવતી-જતી મહિલા અને યુવતીઓની પણ પજવણી કરતો હોય છે. દેવાયતના મકાનનું બાંધકામ પણ માર્જિન છોડ્યા વગર થયું છે. દેવાયતને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા છૂટછાટ આપવામાં આવે છે.
બનવાની માહિતી મુજબ 7 ડિસેમ્બરના રોજ બપોરે રાજકોટ શહેરનાના સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે દેવાયત ખવડ તથા એક અજાણ્યા શખ્સે બિલ્ડર મયૂરસિંહ રાણા પર ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો ત્યાર બાદ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘાયલ મયૂરસિંહ રાણાને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular