(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટમાં એક બિલ્ડર પર હૂમલો કરીને ફરાર થઇ ગયાં બાદ આખરે ક્ષત્રિય સમાજના ભારે વિરોધ અને નારાજગીને પગલે પોલીસ સામે હાજર થયેલા ડાયરાના સાહિત્યકાર દેવાયત ખવડના સ્થાનિક કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
‘રાણો રાણાની રીતે’ ફેઇમ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓને એ ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હુમલાના ગુનામાં સંડોવાયેલા હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા સામે ચાલીને દેવાયત ખવડ બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસ અત્યાર સુધીમાં ગુનામાં સામેલ એક પણ આરોપીને સામે ચાલીને પકડી ન શકી હોવાનું પણ ખુલ્યું હતું. પોલીસે દિવસના રિમાન્ડની માગણી સાથે દેવાયત ખવડ સહિત ગુનામાં સામેલ ત્રણેય વ્યક્તિઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં બચાવ પક્ષ અને સરકારી વકીલ દ્વારા પોતપોતાના પક્ષની દલીલો રજૂ કરવામાં આવી હતી.
રાજકોટના ડાયરા કલાકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર
RELATED ARTICLES