પાકિસ્તાનમાં વિનાશકારી પૂર: એક હજારથી વધુ લોકોના મોત થયા છે, PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ગયા શુક્રવારથી પૂરને કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. હજુ પણ દેશના ખૈબર પખ્તુનખ્વા-કેપીમાં વધુ પૂરનો ખતરો છે. પૂરના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 1,100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાતા ૩ કરોડથી વધુ લોકોનાં જીવનને અસર થઇ છે. અડધો અડધ પાકિસ્તાન પાણીમાં ડૂબેલું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારે મદદની અપીલ કર્યા પછી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સહાય મળવાનું શરૂ થયું છે. નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે કહ્યું કે પૂરને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને USD 10 બિલિયનનું નુકસાન થયું છે. ગૃહમંત્રી સનાઉલ્લાહનું કહેવું છે કે પાકિસ્તાનમાં એક દાયકાથી વધુ સમય બાદ આવી ભયાનક કુદરતી આફત આવી.

“>

સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 1,634 લોકો ઘાયલ થયા છે અને 7,35,375 થી વધુ પશુધન મૃત્યુ પામ્યા છે. આ સિવાય દેશભરમાં 3,451 કિલોમીટરથી વધુ રસ્તાઓ, 149 પુલ અને 9,49,858 મકાનોને નુકસાન થયું છે.

“>

પાડોશી દેશના આ મુશ્કેલ સમયમાં આજે બપોરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કયું હતું. તેણે ટ્વીટ કર્યું કે પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની વહેલી પુનઃસ્થાપનની આશા રાખીએ છીએ.

“>

બ્રિટનના મહારાણી એલિઝાબેથે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પૂરને કારણે જાનમાલના નુકસાનથી તે ખૂબ જ દુઃખી છે અને ઉમેર્યું હતું કે બ્રિટન પાકિસ્તાન સાથે ઊભું છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને એક સંદેશમાં રાણી એલિઝાબેથે કહ્યું: “હું સમગ્ર પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલા નુકસાન અને વિનાશ વિશે સાંભળીને ખૂબ જ દુઃખી છું.” યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે પાકિસ્તાન સતત પૂરથી પીડાય છે તે હૃદયદ્રાવક છે.

પોપ ફ્રાન્સિસે રવિવારે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનને મદદ કરવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ પીડિતો માટે પ્રાર્થના કરી રહ્યા છે. ગયા અઠવાડિયે, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે તેણે દેશમાં રાહત પગલાં માટે 2.6 મિલિયન પાઉન્ડ ફાળવ્યા છે.પાકિસ્તાનના મિત્ર દેશો તરફથી મદદ મોકલવામાં આવી રહી છે. તુર્કીથી ચાર લશ્કરી વિમાન રાહત સામગ્રી લઈને કરાચી પહોંચ્યા છે, જ્યારે યુએઈના બે લશ્કરી વિમાન નૂરખાન એર બેઝ પર પહોંચ્યા છે. સંયુક્ત આરબ અમીરાતનું એક સૈન્ય વિમાન આજે સાંજે પાકિસ્તાન પહોંચશે, જ્યારે ચીનના અન્ય બે વિમાન આગામી 48 કલાકમાં પાકિસ્તાન પહોંચશે. બહેરીને પૂર પીડિતોની મદદ માટે એક એરક્રાફ્ટનું વચન પણ આપ્યું છે. આ વિમાનો દ્વારા લાવવામાં આવી રહેલી રાહત સામગ્રીમાં તંબુ, દવાઓ અને ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે.

“>

પાકિસ્તાનમાં બચાવ અભિયાન આજે પણ ચાલુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે કહ્યું કે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ખૈબર પખ્તુનખ્વાની મુલાકાત લીધી હતી. આજે નૌશેરા અને ચારસદ્દાની મુલાકાત દરમિયાન પીએમ શરીફે દરેક પૂર પ્રભાવિત પરિવાર માટે 25,000 રૂપિયાની જાહેરાત કરી હતી. તેમણે વચન આપ્યું હતું કે આ પૈસા 3 ડિસેમ્બર સુધીમાં પીડિતોમાં વહેંચવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.