ગુજરાતમાંથી નિકાસ અને પોર્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવાના ગુજરાત સરકારના પ્રયાસો છતાં ગુજરાતના બંદરો પરથી નિકાસમાં કેટલાક વર્ષથી નોંધપાત્ર વધારો થયો નથી. કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે ગુજરાતના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે પુછેલા પ્રશ્નનો સંસદમાં લેખિત જવાબ આપતા આ માહિતી આપી હતી.
જસવંતસિંહ ભાભોરે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી નિકાસના જથ્થાની માહિતી માંગી હતી. કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે ગુજરાતના બંદરો પરથી થતી નિકાસનો ડેટા લોકસભાના ગૃહ સમક્ષ રજુ કર્યો હતો. તેમણે ભારતીય બંદરોથી થતી નિકાસમાં ગુજરાતનો હિસ્સા અંગે પણ માહિતી શેર કરી હતી.
સરકાર તરફથી કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 2019-20, 2020-21 અને 2021-22માં ગુજરાતમાંથી કુલ નિકાસ અનુક્રમે 151.96, 149.30 અને 165.60 MMT (મિલિયન મેટ્રિક ટન) હતી.
સર્વાનંદ સોનોવાલે કહ્યું કે, “સરકાર વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં સતત કામ કરી રહી છે અને બિઝનેસ એન્વાયરમેન્ટમાં સુધારો કરવા અને વેપાર તથા નિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.”
કોવિડ-19 પાનડેમીકને કારણે ગુજરાતના બંદરો પરથી નિકાસમાં વધારો થયો ન થઇ શક્યો હોવાનું જણાવ્યું હતું.