મેટેના મોત બાદ ફડણવીસે કહ્યું ડ્રાઈવરનો નિર્ણય ખોટો હતો, સરકાર હવે…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર કાર અકસ્માતમાં વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય વિનાયક મેટેના મોત બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે, વિનાયક મેટેના મોતનું કારણ ડ્રાઈવરનો ખોટો નિર્ણય હતો. ડ્રાઈવરે લેન બદલીને વચ્ચેની લેનમાં ભારે વાહનને ઓવરટેક કરવાની કોશિશ કરી હતી, જ્યાં ઓવરટેક કરવાની કોઈ જગ્યા નહોતી. રાજ્ય સરકાર મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આર્ટિફિશ્યલ ઈંટેલિજન્સ આધારિત traffic management system શરૂ કરશે, જેથી દુર્ઘટના બાદ પોલીસને ફોન કરનારી વ્યક્તિની તાત્કાલિક માહિતી મળી શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.