કવર સ્ટોરી-દર્શના વિસરીયા

ડિપ્રેશન… આપણામાંથી મોટા ભાગના લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે અને રાધર આપણે આ સમસ્યા સાથે જ જીવવાનું શીખી લીધું છે. આખી દુનિયાને ડિપ્રેશન ખૂબ જ ઝડપથી ઘેરી રહ્યું છે. જેમ દુનિયા મેં હર તાલે કી ચાબી હોતી હૈ એમ જો સમયસર તેનું સમાધાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે તો જીવન પર પડનારી તેની વિપરીત અસરથી બચી શકાય છે, પણ લાખ રૂપિયાનો સવાલ છે કઈ રીતે? ડોન્ટ વરી, તમારી આ જ સમસ્યાના સમાધાન વિશે આપણે વાત કરવાના છીએ… તમે કે તમારી નજીકની કોઈ પણ વ્યક્તિ જો ડિપ્રેશનનો શિકાર થયા હો તો તમારે તમારી જાતને પાંચ સવાલ અચૂક પૂછવા જોઈએ અને તેના જવાબ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પાંચ સવાલ જ તમને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદરૂપ સાબિત થશે એટલું જ નહીં, તમારી અંદર રહેલી નકારાત્મકતા અને નિરાશાવાદી વિચારોને દૂર કરીને સકારાત્મકતા તરફ આગળ વધવામાં મદદરૂપ સાબિત થશે. આવો જોઈએ કયા છે આ સવાલ જે તમારે તમારી જાતને પૂછવા જોઈએ…
———————
હું મારી હેલ્થ માટે શું કરી રહ્યો/રહી છું?
આ સૌથી મહત્ત્વનો સવાલ છે જે તમારે જરા પણ વિલંબ કર્યા વિના પૂછવો જ જોઈએ. ઘણી વખત એવું બને કે આપણે આપણી મુસીબતોથી એટલા બધા અફેક્ટ થઈ જઈએ છીએ કે આપણે હેલ્થ તરફ આંખ આડા કાન કરીએ છીએ. ઈમોશન્સમાં આવી જઈને બસ સમયનો વેડફાટ કરીએ છીએ. ડૉક્ટરે કહેલી કે આપેલી સલાહનું બરાબર પાલન નથી કરતા. જ્યારે તમને તમારા આ સવાલનો જવાબ મળશે ત્યારે જ તમે તમારી અંદર ક્યાંક ને ક્યાંક સુધારો લાવવાની શરૂઆત કરી શકશો અને ડિપ્રેશન સામે લડવા માટે તમારી જાતને સજ્જ બનાવી શકશો.
—————-
ડિપ્રેશન પહેલાં હું કેવો હતો/કેવી હતી?
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ સવાલ છે આ જે તમારે તમારી જાતને પૂછવો જ જોઈએ, કારણ કે આ સવાલનો જવાબ જ તમને ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદ કરશે. તમે ડિપ્રેશન પહેલાં કેવી પર્સનાલિટી હતા? કેટલા ખુશ રહેતા હતા? આ બધા સવાલો તમારે તમારી જાતને પૂછવા જોઈએ અને તેના જવાબો જ તમારી લાઈફની ટ્રેનને પટરી પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ જવાબો મેળવવાની પ્રક્રિયામાં તમે તમારા એ દિવસોને યાદ કરશો કે જ્યારે તમે એકદમ ખૂલીને કોઈ પણ પ્રકારની ખટપટ વગર જીવતા હતા. જ્યારે તમે તમારા આ દિવસો વિશે વિચારશો ત્યારે જ તમે પાછા એ દિવસો જીવવાનો વિચાર કરશો…
——————
મારી લાઈફમાં ફન નામનું એલિમેન્ટ છે ખરું?
સતત આગળ વધવાની હરીફાઈમાં આપણે એટલા બધા મશગૂલ થઈ ગયા છીએ કે મોજમજા-મસ્તી માટે તો જાણે આપણી પાસે સમય જ નથી અને આપણામાંથી ઘણા લોકો તેને વેસ્ટ ઓફ ટાઈમ પણ ગણતા હશે. એમાં પણ જ્યારે તમે તમારા લાઈફના મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમમાંથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે તો ખાસ… વીક-એન્ડ પર મૂવી જોવા જવાનો પ્લાન હોય કે પછી બસ મિત્રો સાથે હેંગ આઉટ કરવાનો પ્લાન હોય. જો તમે આવું નથી કરી રહ્યા તો તમે ખોટું કરી રહ્યા છો અને જાગ્યા ત્યારથી સવાર એ ન્યાયે એક ફન ટાઈમ પોતાની જાત માટે ફાળવો. તમારું માઈન્ડ ડાઈવર્ટ થશે એટલે નિરાશાવાદી વિચારોનાં વાદળ પણ વિખેરાશે અને કંઈક નવું કરવા કે વિચારવા માટે એક નવી વિન્ડો મળશે.
——————
જૂની યાદોની ગલીઓમાં જ અટવાઈ ગયો/ગઈ છું?
આપણું મગજ એક મેમરી બૉક્સ જેવું છે, જેમાં આપણે આપણી સારી-ખરાબ બધી મેમરી સ્ટોર કરી રાખી છે. ઘણી વખત આપણે ઈચ્છવા છતાં અમુક યાદોમાંથી બહાર નથી આવી શકતા કે પછી વાતોને ભૂલી નથી શકતા. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારે તાત્કાલિક ચેતી જવાની જરૂર છે. આમાંથી બહાર આવવાના રસ્તા તમારે જાતે જ શોધવા પડશે, જેથી તમે તમારી લાઈફમાં આગળ વધી શકો. જે રીતે મોબાઈલ કે કોમ્પ્યુટરની મેમરી સ્ટોર કરવાની એક લિમિટ હોય છે એ જ રીતે મગજની પણ એક મર્યાદા હોય છે અને જ્યાં સુધી તમે જૂની યાદોમાંથી બહાર નહીં આવો ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો, એટલે છોડ આયે હમ વો ગલિયાંના ન્યાયે જૂની યાદોને ટાટા-બાય બાય કહો અને નવી મેમરી ક્રિયેટ કરવા પર ફોકસ કરો…
—————-
મુશ્કેલીના સમયમાં કોની પાસેથી લઈ શકું છું મદદ?
મુશ્કેલી તો દરેકના જીવનમાં આવે છે, પણ મહત્ત્વનું હોય છે તેમાંથી બહાર આવવાનું… અને મુશ્કેલીમાંથી બહાર લાવી શકે એવી એક વ્યક્તિ તો આપણા બધાના જીવનમાં ચોક્કસ જ હશે, બરાબરને? તમે પણ તમારી આજુબાજુમાં નજર દોડાવો અને એવી વ્યક્તિની શોધ કરો. જો તમારી લાઈફમાં એવી કોઈ વ્યક્તિ છે તો તો ખૂબ જ સારી વાત છે અને ન હોય તો પ્લીઝ કોઈ એવી વ્યક્તિને તમારી લાઈફમાં એન્ટ્રી આપો. તમારી જાત સિવાય આ જ એક વ્યક્તિ હશે કે જે તમને નિરાશામાંથી બહાર લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ઉ

Google search engine